નવીદિલ્હી : જળવાયુ પરિવર્તનના પરિણામ સ્વરુપે છેલ્લા ૨૦ વર્ષના ગાળામાં આવેલી કુદરતી હોનારતોથી ભારતને આશરે ૫૯ ખર્વ રૂપિયાનું નુકસાન થયું છે. સંયુક્ત રાષ્ટ્રે પોતાના અહેવાલમાં આ મુજબનો ધડાકો કર્યો છે. આર્થિક નુકસાન, ગરીબી અને હોનારત ૧૯૯૮-૨૦૧૭ ટાઇટલ સાથે તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં જળવાયુ પરિવર્તનથી થનાર મહત્વપૂર્ણ ફેરફારની નોંધ લેવામાં આવી છે. હવામાન સાથે સંબંધિત ઘટનાઓની નોંધ લેવામાં આવી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ૧૯૯૮થી ૨૦૧૭ વચ્ચેના ગાળામાં જળવાયુ પરિવર્તનના પરિણામ સ્વરુપે આવનાર કુદરતી હોનારતોથી સીધીરીતે થયેલા નુકસાનમાં ૧૫૧ ટકાનો વધારો થઇ ચુક્યો છે. આગાળા દરમિયાન વૈશ્વિક અર્થવ્યવસ્થાને ૨૯૦૮ અબજ ડોલર અથવા તો બે લાખ ૧૫ હજાર ૯૩૩ અબજ રૂપિયાનું નુકસાન થયું છે. છેલ્લા બે દશકમાં નુકસાનનો આંકડો બે ગણો થયો છે. બુધવારના દિવસે જારી કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જળવાયુ પરિવર્તનને લઇને ખતરો સતત વધી રહ્યો છે. કુલ આર્થિક નુકસાનમાં હવામાનની ભૂમિકા મોટી દેખાઈ રહી છે. આમા અમેરિકાને ૯૪૪.૮ અબજ ડોલરનું નુકસાન થઇ ચુક્યું છે. જુદા જુદા દેશોને ભારે નુકસાન કુદરતી હોનારતોના કારણે થયું છે.
પુર, તોફાન અને ભૂકંપથી થનાર આર્થિક નુકસાનમાં યુરોપના ત્રણ દેશો ટોપ ઉપર રહ્યા છે. ફ્રાંસને ૪૮.૩ અબજ ડોલર અથવા તો ૩૫૮૧ અબજ રૂપિયા, જર્મની ૫૭.૯ અબજ ડોલર અથવા તો ૪૨૯૧ અબજ રૂપિયા અને ઇટાલીને ૫૬.૬ અબજ ડોલર અથવા તો ૪૧૯૫ અબજ રૂપિયાનું નુકસાન થઇ ક્યું છે. અમેરિકાને ૯૪૪.૪ અબજ ડોલર અથવા તો ૭૦૦૪૨ અબજ રૂપિયાનું નુકસાન થયું છે. ચીન અને જાપાનના આંકડા પણ ઓછા રહ્યા નથી.
જુદા જુદા દેશોને કુદરતી હોનારતોના પરિણામ સ્વરુપે ભારે નુકસાન થઇ ચુક્યું છે. જળવાયુ પરિવર્તનને રોકવા માટે વિશ્વના વૈજ્ઞાનિકો મથામણ કરી રહ્યા છે. ભારત સહિતના દેશો પણ આ દિશામાં સક્રિય થયેલા છે. આવી Âસ્થતિમાં ભારતે છેલ્લા ૨૦ વર્ષના ગાળામાં કુદરતી હોનારતોમાં ૫૯ ટ્રિલિયન રૂપિયાનું નુકસાન થયું છે. કુદરતી હોનારતમાં હજુ પણ વધારો થઇ રહ્યો છે. ભારતમાં પણ કુદરતી હોનારતો વારંવાર જાવા મળી રહી છે.