કોરોનાના કેસ વધતા જોબ અને બિઝનેસ પર અસર થવાથી આવક ઘટી જશે તો આવા વિચાર કરતા ૩૦થી ૫૦ વર્ષના મિડલ એજના પુરૂષો કે જેમના પર પોતાના માતા-પિતા અને નાના-બાળકોની જવાબદારી છે તેવા લોકોમાં સ્ટ્રેસનું પ્રમાણ સતત વધી રહ્યું છે. સતત ઓવરથિકિંગના કારણે તેઓ નાની-નાની વાતમાં પણ ગુસ્સે થઇ જાય છે. સામાન્ય રોગ થયો હોય ત્યારે તેની સારવાર સાથે આરોગ્ય માટે તકેદારી રાખી ખોરાક અને એક્સસાઈઝ પર ધ્યાન આપવાને બદલે લોકો વિચારોમાં ગરકાવ થઈ જાય છે. અને તેને કારણે સ્ટ્રેસમાં વધારો થાય છે. આવા સમયે વોકીંગ ઉપરાંત યોગ અને ધ્યાન સારૂ લાભદાયી રહે છે જેને કારણે માનસિક તણાવમાં પણ ઘટાડો થાય છે.
શહેરમાં ત્રીજી લહેરનો હવે અંત નજીક આવ્યો છે ત્યારે કોરોનાના આરંભથી પ્રથમ, બીજી અને તૃતિય લહેરને લીધે જે જે કોરોનાનો ભોગ બન્યા હોય તેમજ રોગની શક્યતા કે લક્ષણો હોય તેવા લોકોમાં આ સમયગાળા દરમિયાન અને હજી પણ કેટલાકમાં કોરોનાનો ડર જોવા મળે છે. લોકોના આજ ડરને કારણે સ્ટ્રેસ અને એન્ગ્ઝાઇટીના કેસમાં પણ ૨૫ ટકા સુધીનો વધારો થયો છે.
શરદી-ઉધરસ જેવી નાની બીમારીમાં પણ લોકો ડર, ઓવર પ્રિકોશન અને મેડિકલ નોલેજના અભાવે જરૂરિયાત કરતા વધારે આ વાતને ગંભીરતાથી લઇ બિનજરૂરી હેલ્થ રિપોર્ટ્સ કરાવે છે જેને સાયકોલોજીની ભાષામાં રોગનું મેગ્નિફાઈડ થિન્કિંગ કહેવાય છે જેના કારણે પણ સ્ટ્રેસ-એન્ગ્ઝાઇટીના કેસ વધ્યા છે. શસ્યાળામાં શરદી-ઉધરસ ને તાવ જેવી સામાન્ય બીમારીને પણ લોકો ડર અને મેડિકલ નોલેજના અભાવના કારણે જરૂરિયાત કરતા વધારે ગંભીરતાથી લઇને બિનજરૂરી દરેક હેલ્થ રિપોર્ટ્સ કરાવી રહ્યા છે જેને સાયકોલોજીની ભાષામાં રોગનું મેગ્નિફાઈડ થિન્કિંગ કહેવામાં આવે છે. જેના કારણે લોકો નાની-નાની વાતમાં પણ સ્ટ્રેસ અને એન્ગ્ઝાઇટીનો ભોગ બની જાય છે. છેલ્લા ૨ મહિનાની વાત કરીએ તો સ્ટ્રેસ અને એન્ગ્ઝાઇટીના કેસમાં ૨૫ ટકાનો વધારો જોવા મળ્યો છે જેમાં દરરોજ ૪થી ૬ કેસ તો આવા જ ડરના કારણે એન્ગ્ઝાઇટીના કેસ હોય છે.