નવીદિલ્હી : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની આગામી ત્રિમાસિક નીતિ સમીક્ષા પહેલા દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ફિક્સ્ડ ડિપોઝિટ અથવા તો એફડીના વ્યાજદરોમાં વૃદ્ધિની જાહેરાત કરી છે. પાંચથી ૧૦ બેઝિક પોઇન્ટનો વધાર ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદરોમાં કરાયો છે. નવા દરો એક કરોડ રૂપિયાથી ઓછાના એફડી ઉપર ૨૮મી નવેમ્બરના દિવસે અમલી બની ગયા છે. એફડી કરી ચુકેલા લોકને વધુ વ્યાજદર મળશે. બે ત્રણ વર્ષની એફડી પર પાંચ બેઝિક પોઇન્ટ વધ્યા છે.