કર ચોરો વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહીમાં જોવા મળી જબરદસ્ત વૃદ્ધિ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read
TAX EVASION spelt out in red lettered tiles.

આયકર વિભાગ કાળા ધનની સમસ્યાઓના નિરાકરણને પ્રાથમિકતા આપી રહ્યું છે. આ ઉદ્દેશને ધ્યાનમાં રાખી વિભાગ દ્વારા કર ચોરીના ઘણાં કિસ્સાઓમાં કાયદાકીય કાર્યવાહી શરૂ કરી દીધી છે.

વિવિધ ગુન્હાઓ માટે કાયદાકીય કાર્યવાહીની પહેલ કરવામાં આવી છે, જેમાં જાણી જોઇ કર ચોરી કરવી અથવા કોઇપણ પ્રકારના કર ચૂકવણી નહિં કરવી, જાણી જોઇને આયકર રિટર્ન નહિં કરવું, ચકાસણીમાં ખોટી  જાણકારી અને સ્ત્રોત પર કાપેલા કે સંગ્રહિત કરને જમા કરાવવે નહિં અથવા તેમાં વધુ વાર કરવીનો સમાવિષ્ટ છે.

નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ (નવેમ્બર ૨૦૧૭ સુધી) દરમિયાન વિભાગના ૨૨૨૫ બાબતોમાં વિવિધ ગુન્હા માટે કાયદાકીય કાર્યવાહી કરવા સંબંધિત ફરિયાદો દાખલ કરવામાં આવી છે. જ્યારે ગયા વર્ષે આ સમય દરમિયાન ૭૪૮ ફરિયાદો દાખલ કરવામાં આવી હતી, જે ૧૮૪ ટકા વધારાને દર્શાવે છે. ચાલુ નાણાકીય વર્ષ (નવેમ્બર ૨૦૧૭ સુધી) દરમિયાન વિભાગ દ્વારા સંયુક્ત ફરિયાદોની સંખ્યા ૧૦૫૨ હતી, જ્યારે ગયા વર્ષે આ સમયગાળામાં આ સંખ્યઆ ૫૭૫ હતી. આ કિસ્સાઓમાં ૮૩ ટકા વૃદ્ધિ નોંધાઇ છે. ગુન્હાઓનું સંયોજન ત્યારે કરવામાં આવે છે જ્યારે કાયદેસર પોતાનો ગુન્હો સ્વીકારી લે છે અને નિર્ધારિત શરતો અનુસાર સંયુક્ત ફી ભરી દે છે.

કર ચોરી કરનારાઓ વિરુદ્ધ વિભાગ દ્વારા નિર્ણાયક અને કેન્દ્રિત કાર્યવાહી કરવાના કારણે કોર્ટ દ્વારા દોષી ઠેરવાયેલા ડિફોલ્ડરોની સંખ્યામાં ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ઝડપથી વૃદ્ધિ નોંધાઇ છે. વિવિધ ગુનાઓ માટે ૪૮ વ્યક્તિઓને દોષી ઠેરવ્યા છે જ્યારે ગયા વર્ષ આ સંખ્યા ૧૩ હતી, આ સંખ્યામાં ૨૬૯ ટકા વૃદ્ધિ નોંધાઇ છે.

TAGGED:
Share This Article