દુનિયાભરમાં સિજેરિયન ડિલિવરીની બોલબાલા વધી રહી છે. ભારતમાં પણ સ્થિતી અલગ નથી. એક દશકના ગાળા દરમિયાન દેશના શહેરી ક્ષેત્રમાં સિજેરિયન ડિલિવરીની સંખ્યા બે ગણી થઇ ગઇ છે. આ અંગેનો ખુલાસો મુંબઇ સ્થિત ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પોપ્યુલેશન સાયન્સના અભ્યાસમાં કરવામાં આવ્યો છે. શોધમાં લાગેલા નિષ્ણાત લોકોએ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડાનો પણ ખુલાસો કર્યો છે. સાથે સાથે આ આંકડાનો ઉપયોગ પણ કર્યો છે. આંકડામાં દર્શાવવામાં આવ્યુ છે કે ભારતની વાત કરવામાં આવે તો ૧૭ ટકા મહિલાઓએ વર્ષ ૨૦૧૫-૧૬માં સિજેરિયન ડિલિવરી કરાવી છે. આ આંકડો વર્ષ ૨૦૦૫-૦૬માં માત્ર ૦૯ ટકાની આસપાસ હતો. સિજેરિયન ડિલિવરીમાં વધારો વૈશ્વિક પ્રવૃતિ છે. જેને એવી મહિલાઓ પણ પસંદ કરી રહી છે જેની તેમને જરૂર નથી.
બીજી બાજુ વિશ્વ આરોગ્ય સંગઠનના અધિકારીઓ અને નિષ્ણાંતોનુ કહેવુ છે કે કોઇ પણ દેશની મહિલાઓમાં સિજેરિયન ડિલિવરીનો આંકડો તેમની કુલ સંખ્યાના ૧૫ ટકા કરતા વધારે છે. દુનિયામાં વર્ષ ૨૦૦૦માં ૧૨ ટકા સિજેરિયન ડિલિવરી થઇ હતી. વર્ષ ૨૦૧૫માં આ આંકડો ૨૧ ટકા થઇ ગયો હતો. ક્યા દેશોમાં સૌથી વધારે પ્રમાણમાં સિજેરિયન ડિલિવરી કરવામાં આવી છે તે અંગે ધ્યાન આપવામાં આવે તો કહી શકાય છે કે ડોમેનિક રિપબ્લિક દેશમાં સિજેરિયનનો આંકડો ૫૮.૧ ટકા રહ્યો છે. જ્યારે બ્રાઝિલમાં આ ટકાવારી ૫૫.૫ ટકા રહી છે. ઇજિપ્તમાં આ ટકાવારી ૫૫.૫ ટકા રહી છે. અમેરિકામાં આ ટકાવારી ૩૨.૯ ટકા રહી છે. પ્રસુતિ નિષ્ણાંતો કહે છે કે સિજેરિયન ડિલિવરી વેળા ટાંકા પર સાવધાનીપૂર્વક નજર રાખવાની જરૂર પડે છે. કારણ કે ઇન્ફેક્શનનો ખતરો રહે છે.
જે માતાઓ સિજેરિયન ડિલિવરી બાદ બીજી વખત ગર્ભાવસ્થામાં સામાન્ય પ્રસવના વિકલ્પને પસંદ કરે છે તેમના ગર્ભાશય ફાટી જવાનો ખતરો રહે છે. હાલમાં કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે સિજેરિયન ડિલિવરીના પ્રત્યે વધતા ઝોંકના કેટલાક કારણો રહેલા છે. જેમાં એક કારણ પ્રસવ દરમિયાન થતી પિડા પણ સામેલ છે. જટિલતાથી મુક્તિ પણ હોય છે. કેટલાક તબીબો પ્રસવ નિષ્ફળ ગયા બાદ કેસથી બચવા માટે સિજેરિયન ડિલિવરીના સુચન કરી દે છે. સામાન્ય પ્રસવની સરખામણીમાં સિજેરિયન માટે માત્ર આઠથી દસ કલાક સુધી ભરતી થવાની જરૂર હોય છે.