નવીદિલ્હી, સરકારે આવકવેરા રિટર્ન દાખલ કરવા માટેની સમય મર્યાદા એક મહિના વધારીને ૩૧મી ઓગસ્ટ ૨૦૧૮ કરી દીધી છે. નાણામંત્રાલય દ્વારા ટિવટ કરીને આ અંગેની માહિતી આપી દીધી છે. ટિવટ માં કહેવામાં આવ્યું છે કે, મામલામાં વિચાર કરીને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા સૂચના આપવામાં આવી છે.
ઇન્કમટેક્સ રીટર્ન ફાઇલ કરવાની તારીખને ૩૧મી જુલાઈ ૨૦૧૮થી વધારીને ૩૧મી ઓગસ્ટ ૨૦૧૮ કરી દીધી છે. ગયા વર્ષ સુધી મોડેથી રિટર્ન ફાઇલ કરનાર પર કોઇ દંડ લાગૂ કરવામાં આવતો ન હતો પરંતુ આ વર્ષથી દંડની જાગવાઈ કરવામાં આવી છે. જા કે, આ જાગવાઈ મૂલ્યાંકન વર્ષ ૨૦૧૮-૧૯થી અમલી બનશે. હકીકતમાં સરકારે ઇન્કમટેક્સ એક્ટમાં નવી કલમ ૨૩૪એફ જાડી દીધી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, સમય મર્યાદા બાદ રિટર્ન ફાઇલ કરનારને ૧૪૯(૧)માં સ્પષ્ટ કરવમાં આવેલા નિયમના આધાર પર ૧૦૦૦૦ રૂપિયા સુધીનો દંડ લાગૂ કરવો પડી શકે છે જેથી યોગ્ય સમય ઉપર રિટર્ન ભરવામાં આવે તે જરૂરી છે. જા રિટર્ન ભરવામાં કોઇ તકલીફ પડી રહી છે અને પગારદાર વર્ગ તરીકે છો તો આ સંદર્ભમાં માહિતી મેળવી શકાય છે. ૧૫ મિનિટમાં જ આઈટીઆર ભરી શકાય છે. ઇન્કમટેક્સ રિટર્ન દાખલ કરવા માટેની સમય મર્યાદા વધી જવાના કારણે સામાન્ય લોકોને રાહત મળશે. ખાસ કરીને વેપારીઓને રાહત મળશે. આને લઇને માંગણી પણ કરવામાં આવી હતી.