નવી દિલ્હી: ઈન્કમટેક્સ રિટર્ન દાખલ કરવાની સમય મર્યાદા ખતમ થઈ ચુકી છે. નવેસરના આંકડા મુજબ આઈટીઆર ફાઈલીંગમાં ૭૧ ટકાનો વધારો નોંધાયો છે. ૩૧મી ઓગસ્ટ સુધી ૫.૪૨ કરોડ આઈટીઆર ફાઈલ કરવામાં આવ્યા છે. ગયા વર્ષે આ અવધિમાં ૩.૧૭ કરોડ આઈટીઆર દાખલ કરવામાં આવ્યા હતા. આંકડા દર્શાવે છે કે કરવેરાની જાળમાં ઉલ્લેખનિય વધારો થયો છે. આનાથી સરકારી ખજાનાની Âસ્થતિ વધારે મજબૂત બનશે. કર્મચારીઓની સાથે સાથે કારોબારીઓ અથવા તો પ્રોફેશનલો માટે ૩૧મી ઓગસ્ટ આઈટીઆર ફાઈલ કરવા માટેની અંતિમ તારીખ હતી. ઓડિટ કરવાની જરૂર રહેતી નથી.
૩૧મી ઓગસ્ટ બાદ આઈટીઆર ફાઈલ કરનાર પર દંડ લાગુ કરવાના સરકારના નિર્ણયથી પણ સમય ઉપર રિટર્ન ભરવાને લઈને દબાણ રહ્યું છે. પહેલા સરકારે દંડ વગર આપવામાં આવેલી માર્ચના અંત સુધીની મહેતલ બાદ છુટછાટો આપી હતી. નાણાકીય વર્ષના છેલ્લે સુધી છ કરોડ ૮૦ લાખ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા. અલબત્ત રિટર્ન ફાઈલ કરવારની સંખ્યા ઈન્કટેક્સ આપનારની સંખ્યાથી ખૂબ વધારે છે. એક કરોડથી વધુ રિટર્ન ફાઈલ કરનાર દ્વારા પોતાના પર એક ટકાની ટેક્સ દેવાદારીની પણ વાત કરી નથી.
સરકાર દ્વારા હાલમાં લેવામાં આવી રહેલા વિવિધ પગલાંના પરિણામ સ્વરૂપે કરવેરાની જાળ દિન પ્રતિદિન વધુને વધુ મજબૂત થઈ રહી છે. ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલીંગમાં ૭૧ ટકાનો વધારો થતા આ મોરચે પણ મોદી સરકારને આગામી દિવસોમાં ફાયદો મળી શકે છે. ચૂંટણી પ્રચારમાં આ મુદ્દાને જારદાર રીતે ઉઠાવવામાં આવી શકે છે.