અમદાવાદ : ગ્રાહકોને એક્સેસિબીલીટીમાં અને ભારતીય માર્કેટમાં ટચ પોઇન્ટમાં વધારો કરવાના ઉદ્દેશથી યુરોપની સૌથી મોટી કાર ઉત્પાદક ફોક્સવેગને કર્ણાટક રાજ્યમાં તમના ફર્સ્ટ સિટી અને પોપ-અપ સ્ટોરનું ઉદઘાટન કર્યું હતું. બ્રાન્ડની ફીટ ફોર ધ ફ્યુચર તરફેની તૈયારીની પહેલ અને નવીનતમ રહેવાના પ્રયાસ હેઠળ ફોક્સવેગન આગામી એક વર્ષમાં અનેક અગત્યના માર્કેટસમાં ૩૦ નવા પોપ-અપ સ્ટોર અને સિટી સ્ટોર્સ ખોલશે. બેવડી વ્યૂહરચના અનુસાર ફોક્સવેગન પોપ-અપ સ્ટોર ભારતમાં પ્રિમીયમ મોબિલીટી તરફે મહત્વાકાંક્ષાને આગળ ધકેલવા માગે છે.
નવા એસ્ટાબ્લીશમેન્ટ પર પોતાના વિચારો વ્યક્ત કરતા ફોક્સવેગન પેસેન્જર કારના ડિરેક્ટર શ્રી સ્ટેફ્ફેન નેપે જણાવ્યું હતું કે, ફોકસવેગન બ્રાન્ડ ભારતીય ભૂમિના કેન્દ્રને સ્પર્શવાનો આગ્રહ સેવે છે અને ગ્રાહકો પોતાની ખરીદીનો નિર્ણય કરે તે પહેલા બ્રાન્ડને જોવાની અને અનુભવવાની તક પૂરી પાડવા માગે છે. ભારતમા મોટાભાગના શહેરોમાં કારની ખરીદીમા સમગ્ર પરિવારની સમંતિનો સમાવેશ હોવાનું સતત રહ્યું છે. આ પ્રયત્નને વધુ સરળ બનાવવા માટે પોપ- અપ સ્ટોર્સ દેશના ઊંચી વૃદ્ધિ ધરાવતા માર્કેટમાં આગવો અનુભવ પૂરો પાડશે. સિટી સ્ટોર પોપ-અપ સ્ટોરની પેટા પેદાશ હોવાથી તે શહેરી વિસ્તારમાં રહેતા યુવાન, ગતિશીલ અને જુસ્સો ધરાવતા ગ્રાહકોને સેવા પૂરી પાડશે. સિટી સ્ટોર આગવો અનુભવ પૂરો પાડવાની સાથે અસરકારક, કાર્યક્ષમ અને સંપૂર્ણપણે આશાવાદી બની રહેશે.
તે પ્રકારની દ્રષ્ટિએ પેપરલેસ રહેશે, જે આ નવા ડિજીટલ યુગમાં ગ્રાહકોની પૂછપરછો પર સતત ધ્યાન આપશે. જા કે, આફ્ટર સેલ્સ સર્વિસ શહેરની અંદર પરંપરાગત સંપૂર્ણ ફીચર ધરાવતી ડીલરશિપ્સ સાથે સંલગ્ન હાથ ધરવામા આવશે. ફોક્સવેગન પેસેન્જર કારના ડિરેક્ટર શ્રી સ્ટેફ્ફેન નેપે વધુમાં ઉમેર્યું હતું કે, અમારા કારોબારનું પર્યાવરણ નવી ટેકનોલોજીઓ અને વિસ્તરિત ગ્રાહક આશાઓની દ્રષ્ટિએ ઝડપથી બદલાઇ રહ્યું છે. અમારા ગ્રાહકો આજે નવીનીકરણનું મૂલ્ય આંકે છે અને સામે ફોક્સવેગન સાથે ત્વરીતતાથી અને અંતરાયમુક્ત અનુભવ મળે તેવી આશા સેવે છે. તે દ્રષ્ટિએ ફોક્સવેગન અથાગપણે ભવિષ્ય માટે સજ્જ(ફીટ ફોર ધ ફ્યુચર) તરફ કામ કરી રહ્યું છે, જેના પગલે અને અમારા પ્રથમ પોપ-અપ અને સિટી સ્ટોરને કર્ણાટકમાં ખુલ્લો મુક્યો છે. ગ્રાહકો માટે બહુ લાભકારી પુરવાર થશે.