અમદાવાદ : આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્ર દિવસ નિમિત્તે, તન્મયઝ અમેઝિંગ સ્પેસ (ISRO દ્વારા માન્યતા પ્રાપ્ત સ્પેસ ટ્યુટર/ અવકાશ પ્રશિક્ષક)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જે અમદાવાદમાં એક અદ્યતન અનુભવ કેન્દ્ર છે, જે ખગોળશાસ્ત્રના ફેલાવ અને શિક્ષણના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે.
તન્મય વ્યાસ કે જે 1986 થી ખગોળશાસ્ત્રના ફેલાવના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, એમણે તન્મયઝ અમેઝિંગ સ્પેસ ની સ્થાપના તમામ ઉંમરના લોકોમાં બ્રહ્માંડ વિશે જિજ્ઞાસા જગાવવાના હેતુથી કરી હતી. જે રીતે વિશ્વ, આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્ર દિવસની ઉજવણી કરે છે, એમ આ એક્સપિરિયન્સ સેન્ટર નું ઉદ્ઘાટન , વૈજ્ઞાનિક સાક્ષરતાને પ્રોત્સાહન આપવા અને બ્રહ્માંડ વિશે વિસ્મય અને અજાયબીની ભાવના જગાવવા પર ભાર મૂકે છે. આવી પહેલો દ્વારા, શોધ અને સંશોધનની ભાવના સતત ખીલે છે, લોકોનું જીવન સમૃદ્ધ બને છે. તે બ્રહ્માંડની અજાયબીઓની ઊંડી સમજણ અને કદર કેળવવાની ઈચ્છા જગાડશે. તન્મય વ્યાસ, કે જેમણે અત્યાર સુધીમાં 100,000 થી વધુ લોકોને ટેલિસ્કોપ અવલોકનો કરાવ્યા છે, એમના કહેવા મુજબ, આ સ્પેસ સેન્ટર ખગોળશાસ્ત્રને જનતાની નજીક લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.
તન્મયઝ અમેઝિંગ સ્પેસ, એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સ સ્ટેટ-ઓફ-ધ-આર્ટ એક્સપિરિયન્સ સેન્ટર આખા શહેરના મુખ પર રહેતી વાત હશે. અવકાશ ઉત્સાહીઓ માટે આ સ્પેસ હબ એક કોસ્મિક પિટારામાં અવિશ્વસનીય રીતે અસંખ્ય વસ્તુઓ સમાવે છે. ગુરુકુળ રોડ પરનું આ સ્પેસ હબ તમને ગગન યાન, ઇસરો, રોકેટ, બિગ બેંગ, તારાઓ ના જન્મ, તારાઓનું મૃત્યુ, નક્ષત્ર, ભારતીય પ્રાચીન ખગોળ, વિશ્વના અવકાશ આર્કિટેક્ટ્સ, તારાવિશ્વો, અવકાશયાત્રીઓ, સ્પેસ લોંચ, પૃથ્વી, ચંદ્ર, ગ્રહો, કોસ્મોલોજી, સુપરનોવા વગેરેની અનોખી સફર પર લઈ જશે. નવી શિક્ષણ નીતિ 2020 મુજબ, અમે પ્રદર્શન, અન્વેષણ અને શીખવા માટે સુલભ માર્ગો પ્રદાન કરીએ છીએ, અમે ખગોળશાસ્ત્ર માટેના જુસ્સાને પ્રજ્વલિત કરવાની આશા રાખીએ છીએ કે જે સીમાઓને પાર કરી નાખે.
અવકાશના અજાયબીઓના 3D (ત્રિપરિમાણ) દૃશ્યો તમને આશ્ચર્યચકિત કરી દેશે. “ફ્લાય મી ટુ ધ મૂન” સપાટી તમને માઇક્રો ગ્રેવીટી સમજવામાં મદદ કરશે. આ સ્પેસ હબ વૈજ્ઞાનિક જિજ્ઞાસાને પોષવા અને ખગોળશાસ્ત્રીઓ ની ભાવિ પેઢીઓને પ્રેરણા આપવા માટે ઉત્પ્રેરક બનવાનું વચન આપે છે. ઉદ્ઘાટન વિશે બોલતી વખતે, તન્મય વ્યાસે પોતાની ઉત્તેજના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “બ્રહ્માંડ હંમેશા માનવતા માટે આકર્ષણ અને પ્રેરણાનું સ્ત્રોત રહ્યું છે. જ્ઞાન એ સંપત્તિ છે અને અમે ખગોળની સંપત્તિના પિટારા થી ભરપૂર છીએ. બાળકો, કિશોરો, પુખ્ત વયના લોકો, પરિવારો, વિદ્યાર્થીઓ, સ્નાતકો, વડીલો અને બધા માટે ખગોળ-પ્રેમ પુષ્કળ પ્રમાણમાં રેડવા માટે તૈયાર છીએ. આપણું પોતાનું શહેર જ્યાં ઈસરો ના સ્થાપક ડૉ. વિક્રમ સારાભાઈનો જન્મ થયો હતો, એવા આપણા અમદાવાદને એસ્ટ્રોનોમી હબ બનાવવાનો ખરો હેતુ છે! તેઓ આ અનુભવ કેન્દ્ર વિશે વધુ જણાવતા કહે છે કે, “ખગોળ અમારી સાથે નિયોન પાર્ટી છે. ખગોળ એ અમારી સાથે નક્ષત્રોની છત્રી છે. અને તમારે આનો અર્થ શોધી કાઢવા માટે અહીં આવવું પડશે” 1986 થી યુવા ભારત માટે કોસ્મિક ઓડિસી (બ્રહ્માંડીય ગાથા) માટે અનુભવ માટે હમણાં જ બુક કરો. તમારા ઉનાળાને સુપર સ્પેશિયલ બનાવો.