એટીએમ દુબઈ ખાતે “મધ્ય પ્રદેશ પેવેલિયન” નું ઉદ્ઘાટન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

એટીએમ દુબઈ ખાતે “મધ્ય પ્રદેશ પેવેલિયન” નું ઉદ્ઘાટન

દુબઈમાં અરેબિયન ટ્રાવેલ માર્કેટ (ATM) ખાતે ઉત્તરાખંડના પ્રવાસન મંત્રી શ્રી સતપાલ મહારાજ અને ભારતના કોન્સ્યુલ જનરલ (UAE) ડૉ. અમન પુરી દ્વારા “મધ્ય પ્રદેશ પેવેલિયન”નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધિક મહાનિદેશક, પ્રવાસન મંત્રાલય શ્રીમતી રૂપિન્દર બરાડ અને અગ્ર સચિવ પ્રવાસન, સંસ્કૃતિ અને મેનેજિંગ ડિરેક્ટર ટુરિઝમ બોર્ડ (MPTB) શ્રી શિવ શેખર શુક્લા ઉપસ્થિત હતા. અગ્ર સચિવ શ્રી શુક્લાએ માહિતી આપી હતી કે 9મી થી 12મી મે 2022 સુધી દુબઈના ATMમાં “મધ્યપ્રદેશ પેવેલિયન” દ્વારા આંતરરાષ્ટ્રીય મંચ પર રાજ્યની ગૌરવપૂર્ણ સંસ્કૃતિ, સમૃદ્ધ વન્યજીવન, વિશ્વ પ્રસિદ્ધ સ્મારકો, કુદરતી સૌંદર્ય, વન્યજીવન, સાહસ અને અન્ય મુખ્ય ઉત્પાદનો પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

એટીએમ 2022 નું ઉદ્ઘાટન “ધ ફ્યુચર ઓફ ઈન્ટરનેશનલ ટ્રાવેલ એન્ડ ટુરીઝમ” થીમ પર કરવામાં આવ્યું હતું. તે મધ્ય પૂર્વની સૌથી મોટી ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ એક્સહિબિશન છે. આ કાર્યક્રમમાં 119 થી વધુ દેશો અને લગભગ 1500 પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે.

અગ્ર સચિવ શ્રી શુક્લાએ માહિતી આપી હતી કે પ્રવાસન બોર્ડ રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, કુદરતી સૌંદર્ય અને અદ્ભુત સ્થળોને આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરી રહ્યું છે. તેનાથી વધુને વધુ પ્રવાસીઓ રાજ્યના પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાથી માહિતગાર થઈ શકશે. “મધ્ય પ્રદેશ પેવેલિયન” દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને મધ્યપ્રદેશની મુલાકાત લેવા આમંત્રણ આપવામાં આવે છે.

Share This Article