INDUS UNIVERSITY ખાતે ભારતના પ્રથમ AI-પાવર્ડ સાયબર સિક્યુરિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટરનું ઉદ્ઘાટન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ: હેરિટેજ સાયબરવર્લ્ડ, ભારતની અગ્રણી સાયબર ડિફેન્સ અને ડિજિટલ ફોરેન્સિક્સ ફર્મ, અમદાવાદમાં INDUS UNIVERSITY ખાતે ભારતના પ્રથમ AI-પાવર્ડ સાયબર સિક્યુરિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું, જે સાયબર સિક્યુરિટી જાગૃતિ વધારવા અને ભારતના ડિજિટલ ડિફેન્સના ભાવિને આકાર આપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે. હેરિટેજ સાયબરવર્લ્ડે યુનિવર્સિટીમાં અદ્યતન સાયબર સિક્યુરિટી અને ડિજિટલ ફોરેન્સિક સાધનોથી સજ્જ અત્યાધુનિક લેબોરેટરીની સ્થાપના કરી છે. આ અદ્યતન સુવિધા નવીનતા, શિક્ષણ અને હાથ પરની તાલીમ માટેના હબ તરીકે સેવા આપશે અને મજબૂત સાયબર સિક્યુરિટી ક્લચર વિકસાવવામાં યોગદાન આપશે. ઇન્ડસ યુનિવર્સિટી ખાતે દેશના પ્રથમ એઆઈ-પાવર્ડ સાયબર સિક્યુરિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટરનું અનાવરણ કરવું અમારો વિશેષાધિકાર છે. તે ઉભરતા સાયબર ખતરા સામે લડવા માટે એકેડેમીયા અને ઇન્ડસ્ટ્રીના એકસાથે આવવાને ચિહ્નિત કરે છે અને સાયબર સિક્યુરિટીમાં નવા યુગની શરૂઆત છે. સેન્ટર લેટેસ્ટ ટેક્નોલોજીસ અને સિસ્ટમોથી સજ્જ છે અને વિદ્યાર્થીઓ સાયબર જોખમોને ઘટાડવા માટે કુશળતા અને જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. તે ખરેખર ગેમ ચેન્જર હશે,” હેરિટેજ સાયબરવર્લ્ડના ફાઉન્ડર અને ડિરેક્ટર ડૉ. ધ્રુવ પંડિતે જણાવ્યું હતું.

indus cyber lab 2
Share This Article