અમદાવાદના મણિનગરમાં સ્થિત IITRAM એ આજે નવનિર્મિત ગર્લ્સ હોસ્ટેલ,બોયઝ હોસ્ટેલ અને અને E-1 પ્રકારના સ્ટાફ ક્વાર્ટર્સનું લોકાર્પણ કર્યું. લોકાર્પણ સમારોહમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી (આરોગ્ય અને પરિવાર કલ્યાણ; તબીબી શિક્ષણ; ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ; કાયદો, ન્યાય, કાયદાકીય અને સંસદીય બાબતો) ઋષિકેશ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મુકેશ કુમાર, IAS, મુખ્ય સચિવ, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ; વધારાનો હવાલો: ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ), અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. 2.75 એકરમાં ફેલાયેલા આ નવા હાઉસિંગ કોમ્પ્લેક્સમાં 976 વિદ્યાર્થીઓની કુલ ક્ષમતા ધરાવતી બોયઝ હોસ્ટેલ, 288 વિદ્યાર્થીનીઓ માટેની ગર્લ્સ હોસ્ટેલ અને ફેકલ્ટી ક્વાર્ટર્સ (3 BHK ફ્લેટ)નો સમાવેશ થાય છે. વધુમાં, સંકુલમાં 56 લોકો માટે રહેઠાણ ધરાવતું ગેસ્ટ હાઉસ પણ છે. આ સંકુલમાં સ્વિમિંગ પૂલ, વાંચન ખંડ, મનોરંજન ખંડ અને અભ્યાસ માટે સમર્પિત વિસ્તારો જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ છે.
IITRAM ના ડાયરેક્ટર જનરલ પ્રો. પ્રમોદ કે. જૈને મહાનુભાવોનું સ્વાગત કર્યું અને સંસ્થાના વિઝન અને હાલમાં ચાલી રહેલા પ્રકલ્પોની ઝાંખી રજૂ કરી. IITRAMના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરતા, તેમણે જણાવ્યું, “અમારું લક્ષ્ય ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે પ્રશિક્ષિત માનવશક્તિનો મુખ્ય સ્ત્રોત બનવાનું છે.” તેમણે એમ પણ જણાવ્યું કે નવી હોસ્ટેલનો ઉમેરો દેશભરના વિદ્યાર્થીઓને આકર્ષવામાં મદદ કરશે.
શ્રીમતી રિયા મોદી, સુપ્રિટેન્ડેન્ટ એન્જિનિયર, રોડ અને બિલ્ડિંગ્સ વિભાગે ઉપસ્થિતોને નવા હાઉસિંગ કોમ્પ્લેક્સની સ્થાપત્ય અને કાર્યાત્મક વિશેષતાઓ વિશે માહિતી આપી.
મુકેશ કુમાર, IAS, જેમણે સંસ્થાના પ્રથમ ડાયરેક્ટર જનરલ તરીકે પણ સેવા આપી હતી, તેમણે હાઉસિંગ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનના પ્રારંભિક પડકારોનું વર્ણન કર્યું. તેમણે IITRAM ના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટેનું કેન્દ્ર બનવાના મિશનને પુનઃપુષ્ટિ આપી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે નવી સુવિધાઓ ભારતભરમાંથી ટોચની પ્રતિભાઓને આકર્ષિત કરશે.
તેમના સંબોધનમાં, માનનીય કેબિનેટ મંત્રી, GoG, શ્રી રૂષિકેશ પટેલે સંસ્થાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણમાં તેના પ્રયાસોને સ્વીકાર્યા. તેમણે મેનેજમેન્ટને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે નવા શૈક્ષણિક કાર્યક્રમો શરૂ કરવા જેવા સંસાધન નિર્માણ માટે નવીન માર્ગો શોધવા માટે પ્રોત્સાહિત કર્યા.
આ લોકાર્પણ કાર્યક્રમ IITRAMની માળખાગત શિક્ષણ અને સંશોધન માટે એક અગ્રણી સંસ્થા બનવાની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ હતો.