
અમદાવાદ: મહેક પહેલ અંતર્ગત રવિવારે અમદાવાદના સાઉથ બોપલમાં મુદ્રા યોગસ્ટુડિયો નું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. પ્રખર યોગા ઇન્સ્ટ્રક્ટર અને ટ્રેનર એવા શ્રી મહેક ઠાકુર સિન્હાની પહેલ મહેક અંતર્ગત મુદ્રા યોગ સ્ટુડિયોનો ઉદ્દેશ્ય યોગની શક્તિના માધ્યમથી સંતુલન વિકસિત કરવાનો અને માઇન્ડફુલ લિવિંગને પ્રોત્સાહન આપવાનો છે.સાઉથ બોપલના સૌથી મોટા મુદ્રા યોગ સ્ટુડિયોનું ઉદ્ધાટન યોગ પ્રત્યે ઉત્સાહી અને વિશેષ મહેમાનોની ઉપસ્થિતિમાં થયું છે, જે યોગની તાલીમ આપીને સામાન્ય સુખાકારીને પુનઃવ્યાખ્યા યિત કરવાનું વચન પણ આપે છે. આ અવસર પર ચેમ્પિયન બોડી બિલ્ડર અને ૫ વખત મિસ્ટર ઈન્ડિયા, મિસ્ટર એશિયા અને મિસ્ટર યુનિવર્સ રાજેન્દ્રકુમાર સક્સેના મુખ્યઅતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

મહેક દ્વારા મુદ્રા યોગ સ્ટુડિયોમાં ઓફર્સની વિવિધ રેન્જ યોગની કળા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આયંગર યોગ જેવી પરંપરાગત પ્રથાઓથી લઈને વ્હીલયોગ, ચેરયોગ, એરિયલ યોગ અને મેડિટેશન જેવા નવીન સ્વરૂપો સુધી સ્ટુડિયો તમામ વયજૂથોને આવકારે થે, આઅસ્થમા, હાયપરટેન્શન, કાયમની અતિશય ફૂલેલી નસો, થાઇરોઇડ, આર્થ્રાઇટિસ, ડાયાબિટીસ મેનેજમેન્ટ, માઇગ્રેન અને કરોડરજ્જુની સમસ્યાઓ જેવી પરિસ્થિતિઓ માટે યોગ ઉપચારમાં નિષ્ણાત છે. દૈનિક આહારની કાળજી લેવા અને યોગ્યપોષણની ખાતરી કરવા માટે આ સ્ટુડિયોની પેનલમાં એક પ્રોફેશનલ ડાયટ એક્સપર્ટ પણ છે.

આ સ્ટુડિયોના ઉદ્ધાટન પ્રસંગે શ્રી મહેકઠાકુર સિન્હાએ કહ્યું કે, “મુદ્રા યોગ સ્ટુડિયોએ માત્ર યોગ માટે એક ફિઝિકલ સ્પેસ એટલે કે ભૌતિક સ્થાન નથી, પરંતુ સ્વ-શોધ અને સર્વગ્રાહી સુખાકારી માટેનું એક આશ્રયસ્થાન પણ છે. અમારું મિશન યોગના અભ્યાસના માધ્યમ થકી લોકોને સ્વસ્થ્ય અને સંતુલિત જીવન તરફ માર્ગદર્શન આપવાનું છે. અમે યોગ દ્વારા વર્ષોથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓની સફળતાપૂર્વક સારવારકરીછે અને અમારા સમર્થકોને યોગનો આનંદ અને તેમાં રહેલી પરિવર્તનશીલ શક્તિને શોધવા માટે આમંત્રિત કર્યા છે.”

મહેક ઠાકુર સિંહાએ યોગથેરાપી થકી વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત 4000 થી વધુ લોકોને સફળતાપૂર્વક સાજા કર્યાછે અને છેલ્લાં કેટલાક વર્ષોમાં 10,000 થી વધુ લોકોને તાલીમ આપીછે. તેમની પાસે SVYASA બેંગલુરુથી સાઉન્ડહીલીંગ, યોગથેરાપી અને એરિયલ યોગ,ઇન્સ્ટ્રક્શન યોગમાં માસ્ટર્સડિગ્રી મેળવી છે. આ સાથે તેઓ અખિલ ભારતીય યોગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ વિજેતા છે. મહેક ઠાકુરસિન્હાના ૧૦ વર્ષોથી વધુના વ્યાવસાયિક અનુભવ અને યોગ શિક્ષણમાં તેમની મહારત સાથે આ સ્ટુડિયો દરેક સેશનમાં ટેક્નિકલ કુશળતાઓ તેમજ આધ્યાત્મિક તત્વોના એક અદ્રિતિય મિશ્રણનું વચન આપેછે.