એડલવીસ ટોક્યો લાઈફે આઈઆઈએમ અમદાવાદમાં અંગદાન જાગૃતિ અભિયાનનું અનાવરણ કર્યું

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવેમ્બરમાં અંગદાન જાગૃતિ મહિનાની ઊજવણીના ભાગરૂપે એડલવીસ ટોક્યો લાઈફે આજે આ કાર્યના સહાયમાં યુવાન વિદ્યાર્થીઓને આગળ આવવા આઈઆઈએમ અમદાવાદમાં એક શૈક્ષણિક કાર્યશિબિરનું આયોજન કર્યું હતું. આ કાર્યશિબિરમાં ભારતમાં અંગદાનની સ્થિતિ અંગે માહિત પૂરી પાડવામાં આવી હતી અને વધુ લોકોમાં આ બાબતમાં જાગૃતિ લાવવા પર ભાર મૂક્યો હતો.

આ પહેલ અંગે ટિપ્પણી કરતાં એડલીસ ટોક્યો લાઈફ ઈન્સ્યોરન્સના ચીફ માર્કેટિંગ ઓફિસર અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, ‘યુવાપેઢી વધુ જાગૃત છે અને તે સમાજમાં સકારાત્મક અસર લાવવામાં દૃઢતાપૂર્વક વિશ્વાસ ધરાવે છે. તેથી, અમે વિદ્યાર્થીઓ સાથે વાત કરીએ અને શૈક્ષણિક સંસ્થાઓમાં માહિતીપ્રદ કાર્યશિબિરનું આયોજન કરીએ તે ઘણું જ મહત્વનું છે. અમને આશા છે કે આ વિદ્યાર્થીઓ આ અંગે સક્રિયતાપૂર્વક તેમના પરિવાર  અને તેમના સામાજિક વર્તુળો સાથે ચર્ચા કરશે અને સકારાત્મક પગલાં લેશે. આ પ્રક્રિયા મારફત કાઉન્સેલર્સ લોકોને માર્ગદર્શન આપી શકે છે ત્યારે આપણે જાતે પણ આ બાબતમાં મહત્વની ભૂમિકા ભજવીએ તે ઘણું મહત્વનું છે.’

એડલવીસ ટોકિયો લાઈફ ઈન્સ્યોરન્સે તાજેતરમાં અંગદાન માટે લોકોને માહિતી આપવા, તેમને શિક્ષિત કરવા અને આ કાર્યની સહાય માટે લોકોને એકત્રીત કરવા માટે #NoMoreWaiting અભિયાન શરૂ કર્યું હતું. કંપનીએ તેના અંગોનું દાન કરવાનું વચન આપનાર અભિનેતા રાહુલ બોઝ અને આ ક્ષેત્રમાં સક્રિય રીતે કામ કરતી સ્વયંસેવી સંસ્થા મોહન ફાઉન્ડેશન સાથે જોડાણ કર્યું હતું.

Share This Article