માર્ગ સલામતી માસના શુભારંભ પ્રસંગે “સડક સુરક્ષા, જીવન રક્ષા -પરવાહ અભિયાન અન્વયે રોડ સેફ્ટી નિયમો અને રોડ અકસ્માતથી બચવા લોકોએ કેવી રીતે નિયમોનું પાલન કરવા અંગેની વિસ્તૃતમાં સમજ આપી હતી સરકાર દ્વારા ટ્રાફિકને લગતા નિયમો, રોડ સેફ્ટી નિયમો, કાયદાઓ વિશે લોકો જાગૃત થાય તે માટે વિવિધ શાળાઓ, જુદાજુદા સ્થળોએ લોકોજાગૃતિ સેમિનારો – કાર્યક્રમો જિલ્લામાં એક મહિના દરમ્યાન કરવામાં આવશે. રોડ સેફ્ટી અને ટ્રાફિકને લગતા નિયમો – કાયદાઓનું સમજણ સાથે પાલન તેમજ ચુસ્તપણે અમલ કરવા જિલ્લાના નાગરિકો અને વાહનચાલકોને અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં એ.આર.ટી.ઓ અધિકારી હાર્દીક પટેલ દ્વારા રોડ સેફટી માસ તથા કાર્યક્રમ અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. અમદાવાદ ગ્રામ્ય બાવળા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી અને પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા સમગ્ર જિલ્લામાં 31 જાન્યુઆરી સુધી માર્ગ સુરક્ષા અભિયાન અંતર્ગત જિલ્લાની વિવિધ શાળા-કોલેજોમાં અનેક જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. જેમા ખાસ કરીને શેરી નાટકો, જુદા જુદા કેમ્પેઇન સહિત સ્લોગનના માધ્યમથી સૌને જાગૃત કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં,માર્ગ સલામતી સમિતિના સભ્યો, ટ્રક એસોસિયશનના હોદેદારઓ તેમજ સંબધિત વિભાગના અધિકારીઓ, કમર્ચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.