જેના જન્મમાં આપણું જીવન છે,જેમાં સાત ગુરુનો સમાવેશ થાય છે.

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

જેના જન્મમાં આપણું જીવન છે,જેમાં સાત ગુરુનો સમાવેશ થાય છે.*
*તમે બધા કલાકાર નહિ,સાધક છો: મોરારીબાપુ.*
*જેકી શ્રોફ સહિત ૧૩ દિગ્ગજ કલાસાધકોનું સન્માન કરવામાં આવ્યું.*
*અમારું નૃત્ય રામ છે,ગાયન,કથન રામ છે,મૌન રામ, બોલવું રામ,અગ્નિ ને આકાશ રામ છે,શ્વાસ ને વિશ્વાસ રામ છે.*
*હું પદનો ઉપાસક નથી,હું પાદુકાનો ઉપાસક છું, તેથી મારી પાસે તમને વંદન કરવાનું આ બહાનું છે: મોરારિબાપુ.*
પરમ ગાયનાચાર્ય,પરમ વ્યાકરણચાર્ય હનુમાનજીના જન્મદિવસ નિમિત્તે ત્રિદિવસીય હનુમંત જન્મ મહોત્સવના અંતિમ દિવસે, સુંદરકાંડનું ગાન, હનુમાનજી મહારાજની આરતી બાદ, ભરતનાટ્યમના વિદ્વાન રમા વૈદ્યનાથને નૃત્ય રજૂ કર્યું અને ત્યારબાદ ૧૩ વિવિધ પુરસ્કાર વિતરણ કાર્યક્રમ યોજાયો.કાર્યક્રમ
પ્રસન્નતા વ્યક્ત કરતા બાપુએ જણાવ્યું હતું કે જેનો જન્મ આપણું જીવન છે,જે આપણા જીવનદાતાછે,તેમની અજર-અમર ચેતનાને વંદન. બાપુએ કહ્યું કે આપણું નૃત્ય રામ છે,આપણું ગાવું એ રામ છે,વગાડવું,સાંભળવું,કથન એ રામ છે, મૌન રામ છે, બોલવું એ રામ છે, શ્વાસ અને વિશ્વાસ રામ છે. પાણી,અગ્નિ રામ છે, આપણું આકાશ રામ છે.
તમે બધા કલાકાર નથી,તમે સાધકો છો.કલાકાર એ એક નાનો શબ્દ છે.આપણા શાસ્ત્રોમાં ત્રણ જીવો છે:વિષયી, સાધક અને સિધ્ધ.હું પાદુકાનો ઉપાસક છું,પદનો ઉપાસક નથી, તેથી જ મારી પાસે તમને વંદન કરવાના તમામ એવોર્ડ-પુરસ્કાર બહાના છે.
રામચરિતમાનસમાં સાત ગુરુઓની વ્યક્ત-અવ્યક્ત સ્વરૂપમાં ચર્ચા કરવામાં આવી છે:ગુરુ,શ્રી ગુરુ,કુલગુરુ, ધર્મગુરુ,જગતગુરુ, સદગુરુ અને ત્રિભુવન ગુરુ.જેનીમાં આ સાતેય છે તે હનુમાનજીનો આજે જન્મદિવસ છે.
હનુમંત તત્વને વિશેષ રીતે ગ્રહણ કરવા માટે સંબંધ બાંધવો પડે છે:એક- હનુમાનજી એક માણસના સચિવ છે, તે માણસ સુગ્રીવ.સુગ્રીવ ખૂબ દોડે છે.બહુ દોડ સારી નથી.હનુમંત જેવો સચિવ પહેલા રામ અને પછી રાજ આપે છે.બીજું- હનુમાનજી રામના દૂત છે આપણે કોના દૂત છીએ? રામના કે હરામનાં?ત્રીજું -હનુમાનજી લંકિની માટે ચોર છે.જે પ્રગતિ કરે છે,રામને પોતાનું જીવન સમર્પિત કરે છે તેને કોઇ ચોર પણ કહેશે. પરંતુ અંતે હનુમાનજી સાધુ નૂકળે છે,એ લંકિની માટે.ચાર – વિભીષણ માટે ભાઈ છે.પાંચ – જાનકી માટે પુત્ર છે.જાનકી માત્ર સ્ત્રી નથી, શ્રી ગુરુ છે.સાત-લક્ષ્મણના જીવનદાતા અને એક રીતે રાવણ માટે નિર્વાણ આપનાર છે.
બાપુએ તમામ પુરસ્કારો-એવોર્ડ મેળવનારાઓ પ્રત્યે પોતાનો રાજીપો વ્યક્ત કરીને હનુમાન જયંતિ નિમિત્તે સમગ્ર વિશ્વ,ત્રિભુવનને હનુમાન જયંતિની શુભકામનાઓ પાઠવી એ સાથે ત્રિ-દિવસીય કાર્યક્રમ સમાપ્ત થયો હતો.
——————————–
*તલગાજરડા ખાતે ત્રિ-દિવસીય હનુમંત સંગીત મહોત્સવ(૪૩)માં આ ૧૩ એવોર્ડ્સ દ્વારા વિવિધ કલા ઉપાસકોની કલાની વંદના કરવામાં આવી.*

*મોરારિબાપુની પ્રાસંગિક અભિવ્યક્તિ દ્વારા હનુમાનજી જન્મોત્સવ સમારંભનું સમાપન થયું.*
*જેમનું એવોર્ડ આપી સન્માન થયું એ કલાવિદોમાં:*
૧-શ્રી સંજય ઓઝા(અવિનાશ વ્યાસ એવોર્ડ)
૨-શ્રી વૃંદાવન સોલંકી(કૈલાસ લલિતકલા એવોર્ડ)
૩-શ્રી અજિત ઠાકોર(વાચસ્પતિ-સંસ્કૃત-એવોર્ડ)
૪-ડો. નિરંજન વોરા(ભામતી-સંસ્કૃત-એવોર્ડ)
૫-સ્વ.શ્રી કિશન ગોરડિયા(સદભાવના અવોર્ડ)
૬-શ્રી ચંપકભાઇ લક્ષમણભાઇ ગોડિયા(ભવાઇ-નટરાજ-એવોર્ડ)
૭-શ્રી અમિત દિવેટિયા(ગુજરાતી રંગમંચ-નાટક-નટરાજ એવોર્ડ).
૮-શ્રી સુનીલ લહરી(હિન્દી ટીવી શ્રેણી-નટરાજ એવોર્ડ).
૯-શ્રી જેકી શ્રોફ(હિન્દી ફિલ્મ-નટરાજ એવોર્ડ).
૧૦-વિદૂષી રમા વૈદ્યનાથન(ભરત નાટ્યમ-નૃત્ય-હનુમંત એવોર્ડ).
૧૧-ઉસ્તાદ ફઝલ કુરેશી(તબલાં-તાલવાદ્ય-હનુમંત એવોર્ડ).
૧૨-પંડિત રાહુલ શર્મા(સંતૂર-શાસ્ત્રીય વાદ્ય સંગીત-હનુમંત એવોર્ડ).
૧૩-પંડિત શ્રી ઉદય ભવાલકર(દ્રુપદ-શાસ્ત્રીય ગાયન-હનુમંત એવોર્ડ).

TAGGED:
Share This Article