પશ્ચિમ બંગાળમાં પેસેન્જર બસમાં ભીષણ આગ લાગતા ૩૦ લોકો દાઝ્‌યા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

પશ્ચિમબંગાળ : પશ્ચિમ બંગાળના પશ્ચિમ મેદિનીપુરમાં શુક્રવારે રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. ઓડિશાના પારાદીપ જતી લક્ઝરી એસી બસમાં આગ લાગી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા ૩૦ લોકો દાઝી ગયા હતા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આગની આ ઘટના માદપુરમાં નેશનલ હાઈવે-૧૬ પર બની હતી. હાલ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી.

https://khabarpatri.com/news/pujya-morari-bapus-inspirational-message-on-the-festival-of-diwali-new-year/

આગ લાગ્યા બાદ બસ સળગવા લાગી હતી. તમામ મુસાફરોએ બસની બારીઓ તોડીને બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. ગમે તે રીતે દરેક લોકો બહાર નિકળી ગયા હતા. આ દરમિયાન તમામ મુસાફરો દાઝી ગયા હતા. કેટલાક નીચે ખાડામાં પડ્યા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ જિલ્લાના એસપી પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ પછી ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.. જાે કે કોઈ પણ રીતે આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાની માહિતી મળતા જ પશ્ચિમ બંગાળના મંત્રી માનસ રંજન ભુનિયા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે. આગ ઓલવવામાં સ્થાનિક લોકોએ પણ ઘણી મદદ કરી હતી. આ ઘટના રાત્રે ૧૦ વાગ્યે માધબપુર નજીક બની હતી. આ બસ સાંજે ૫ વાગ્યે બાબુઘાટથી નીકળી હતી.

Share This Article