વડોદરામાં વિધર્મી યુવાને બે સંતાનોની માતાને ધાકધમકી આપી દુષ્કર્મ આચર્યું

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મહિલાને વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપનાર વિધર્મી યુવાનની ધરપકડ


વડોદરા : વડોદરામાં વિધર્મી યુવાને બે સંતાનોની માતાને ધાકધમકી આપી દુષ્કર્મ આચરતાં હડકંપ મચી જવા પામ્યું છે. પાડોશમાં રહેતી મહિલાને વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી દુષ્કર્મ આચરતાં પોલીસે વિધર્મી યુવાનની ધરપકડ કરી છે. વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રહેતી ૩૨ વર્ષીય પરિણીતા સાથે પાડોશમાં રહેતા વિધર્મી યુવાન આમિર ખાન પઠાણે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું છે. મહિલા છાણી સોખડા રોડ પર આવેલા એક મંદિરમાં દર્શન કરવા માટે જતી હતી તે સમયે વિધર્મી યુવાને તેનો પીછો કર્યો. પરણીતાને આંતરી વીડિયો વાયરલ કરી દેવાની ધાકધમકી આપી બાઇક પર બેસાડી ખેતરમાં લઇ ગયો. જ્યાં પરણીતા સાથે આરોપી આમિર ખાન પઠાણે દુષ્કર્મ આચર્યુ. દુષ્કર્મ આચરી આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો. ત્યારબાદ પીડિત પરણિત મહિલાએ છાણી પોલીસ સ્ટેશનમાં આમિર ખાન પઠાણ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પીડિત મહિલાની ફરિયાદના આધારે આરોપી આમિર ખાન પઠાણની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે પીડિત મહિલા બે સંતાનોની માતા છે. જ્યારે આરોપી આમીરખાન પઠાણ અપરિણીત છે. છાણી પોલીસે આરોપી આમિરખાન મહેંદીહસન પઠાણની બાઈક અને મોબાઈલ પણ જપ્ત કર્યો છે. સાથે પીડિત મહિલાના મેડિકલ ટેસ્ટ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.અ

TAGGED:
Share This Article