વડોદરા : ઇન્સ્ટાગ્રામથી મોડાસાના યુવાન સાથે સંપર્કમાં આવેલી ૧૪ વર્ષની ધોરણ-૯ની વિદ્યાર્થિનીએ યુવાનને વડોદરા નજીક યુવાનને મળવા બોલાવ્યા બાદ પ્રથમ મુલાકાતમાં જ બંનેએ શરીર સુખ માણ્યું હતું અને એ પછી પણ વારંવાર તેઓ શરીર સુખ ભોગવતા હતાં. આ અંગેનો પર્દાફાશ થયા બાદ આખરે વિદ્યાર્થિનીની કાકીએ નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસે નરાધમ યુવાન અને વિદ્યાર્થિનીને મોડાસાથી ઝડપી પાડયા હતાં. ઉલ્લેખનીય છે કે વડોદરા નજીક રહેતી અને ધોરણ-૯માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની તેના પિતાનો મોબાઇલ ઉપયોગ કરતી હતી. પિતાના મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન હોવાથી વિદ્યાર્થિનીના મેસેજને મોડાસા તાલુકાના વાંટારામપુર ગામે રહેતાં ૨૧ વર્ષના અરૂણ હસમુખ ચૌહાણે લાઇક કર્યા બાદ બંને વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર વાત થતી હતી. વિદ્યાર્થિનીએ અરૂણને મળવા બોલાવતા તે વડોદરા આવ્યો હતો અને વિદ્યાર્થિનીને તેના ઘરની પાછળ મળ્યો હતો. પ્રથમ મુલાકાતમાં જ બંનેએ સંબંધ બાંધ્યા હતાં અને બાદમાં ખેતરમાં વારંવાર તેઓ શરીરસુખ માણવા લાગ્યા હતાં. વિદ્યાર્થિની પાસે પિતાનો મોબાઇલ હોવાથી અરુણે એક મોબાઇલ વિદ્યાર્થિનીને આપ્યો હતો પરંતુ આ મોબાઇલ પિતાના હાથ ઝડપાઇ ગયો હતો અને બાદમાં વિદ્યાર્થિનીને તેના કાકાના ઘેર રહેવા માટે પિતાએ મોકલી દીધી હતી. કાકાના ઘેર ગયા બાદ વિદ્યાર્થિની તેની કાકીના ફોન પરથી અરૂણ સાથે વાત કરતી હતી. કેટલીક વખત અરૂણ વડોદરા આવતો હતો અને વિદ્યાર્થિનીને ઓરડીમાં લઇ જઇ દુષ્કર્મ ગુજારતો હતો. એક દિવસ વિદ્યાર્થિની અરૂણ સાથે વાત કરતી હતી ત્યારે કાકાના હાથે ઝડપાઇ જતા ઝઘડો થયો હતો. વિદ્યાર્થિનીએ બાદમાં અરૂણને જણાવ્યું હતું કે મને કાકાના ઘેર નથી ફાવતું તું મને લઇ જા જેથી અરૂણ વિદ્યાર્થિનીને ઉઠાવી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. આ સાથે જ પોલીસની એક ટીમ મોબાઇલ લોકેશનના આધારે મોડાસા પહોંચી ગઇ હતી અને અરૂણ તેમજ વિદ્યાર્થિનીને ઝડપી પાડયા હતાં. બંનેને વડોદરા લાવ્યા બાદ પોલીસે વિદ્યાર્થિનીનું નિવેદન લેતા તે પોતે જ પ્રેમીને શરીર સંબંધ બાંધવા માટે એપ્રોચ કરતી હોવાનું બહાર આવતા પોલીસ પણ ચોંકી ગઇ હતી.
નવસારીમાં હડકાયાનો આતંક, 4 દિવસમાં 70 લોકોને કર્યા લોહી લુહાણ
નવસારીમાં હડકાયા કૂતરાઓનો આતંક 4 દિવસમાં 70થી વધુ લોકોને બચકા ભર્યા, હાથ-પગ લોહીલુહાણ કર્યા, સિવિલમાં દર્દીઓની લાઇનનવસારી શહેરમાં હડકાયા કૂતરાઓએ...
Read more