લખનૌ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી પહેલા ઉત્તરપ્રદેશ ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી દીધું છે. આના ભાગરૂપે મોદીએ ઉત્તરપ્રદેશ માટે એક પછી એક યોજનાઓની જાહેરાત કરવાનો સીલસીલો જારી રાખ્યો છે. મોદીએ ગઇકાલે લખનૌમાં એક કાર્યક્રમમાં ૬૦,૦૦૦ કરોડથી વધુના ૮૧ મૂડીરોકાણના પ્રોજેક્ટો શરૂ કર્યા હતા.
૬૦ હજાર કરોડ રૂપિયાના ખર્ચ સાથે શરૂ થનાર યોજનાઓના શિલાન્યાસ પ્રસંગે મોદીએ એમ પણ કહ્યું હતું કે ઉત્તરપ્રદેશની સમૃદ્ધિમાં આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે. મોદીએ પ્રસંગે ઉત્તરપ્રદેશ સરકાર અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ભારે પ્રશંસા કરી હતી. કાર્યક્રમમાં મોદીની સાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ રામ નાઈક, નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય, દિનેશ શર્મા, મંત્રી સતિષ મહાના, સુરેશ રાણા પણ ઉપસ્થિત રહ્યા હતા.
મોદીએ કહ્યું હતું કે જે લોકો મોદીની ટીકા કરતા રહે છે તે સારી રીતે સમજી લે કે ટીકા કરવા માટે તેમના ખાતામાં ચાર વર્ષ છે. બીજાના ખાતામાં ૭૦ વર્ષ છે. આ ગાળા દરમિયાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે ઉત્તરપ્રદેશમાં તેમના એક વર્ષના શાસનકાળમાં ઉત્તરપ્રદેશમાં ૬૦ હજાર કરોડ રૂપિયાનું રોકાણ થયું છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે ઉત્તરપ્રદેશને એક ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવામાં વધારે સમય લાગશે નહીં. એકલા નોઈડા અને ગાઝીયાબાદમાં મૂડીરોકાણથી નંબર તો વધી શક્યા હોત પરંતુ પ્રજાને ફાયદો થઈ શક્યો ન હોત. કેટલાક લોકોના ફોટા ઉદ્યોગપતિઓની સાથે થયા નથી પરંતુ તમામ લોકો ઈચ્છે છે. અહીં અમરસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. કારોબારીઓની સાથે ઉભા રહેવા પર મોદીએ કહ્યું હતું કે જા ઈરાદા સાફ અને સ્વચ્છ રહે તો કોઈની પણ સાથે ઉભા રહેવાથી કોઈ નુકસાન થતું નથી. અમે એવા લોકો નથી જે ઉદ્યોગપતિઓની સાથે ઉભા રહેવાથી ભયભિત થઈ રહ્યા છે. જે ખોટુ કરશે તેને દેશ છોડીને ભાગવું પડશે અથવા તો જેલ જવું પડશે. પહેલા લોકો પડદા પાછળ ઉદ્યોગપતિઓને મળવાનું પસંદ કરતા હતા. આ લોકો સાથે ઉભા રહેવાથી ડરતા હતા. દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે સરકારની આના ઉપર પણ નજર છે. ઉત્તરપ્રદેશમાં ૬૦ હજાર કરોડ રૂપિયાનું મૂડીરોકાણ ખૂબ મોટી બાબત દેખાઈ રહી છે.
મોદીએ એમ પણ કહ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી એવું ભારત જાવા ઈચ્છતા હતા જ્યાં ગ્રામીણ વિસ્તારો અને શહેરો વચ્ચે અંતર ઓછું રહે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે અંતર જાવા ન મળે. મજુરો અને આવકમાં પણ વધારે અંત જાવા ન મળે. વહીવટીતંત્ર અને નાગરિકો વચ્ચે સંપર્ક રહે. તેમણે ઉમેર્યું હતું કે વર્તમાન સમયમાં દેશ દુનિયામાં મોબાઈલ મેન્યુફેકચરીંગના હબ તરીકે છે. ઉત્તરપ્રદેશ આમાં સૌથી અગ્રણી છે. ૫૦થી વધારે મોબાઈલ મેન્યુફેકચરીંગ કંપનીઓ ઉત્તરપ્રદેશમાં છે. દુનિયાની સૌથી મોટી મોબાઈલ મેન્યુફેકચરીંગ કંપની પણ ઉત્તરપ્રદેશ નોઈડામાં છે. મોદીએ ઉમેર્યું હતું કે એઈડી બલ્બોના વિતરણના પરિણામ સ્વરૂપે છેલ્લા ત્રણ વર્ષમાં વીજળીના બીલમાં ૫૦ હજાર કરોડ રૂપિયાની બચત થઈ છે. ઉત્તરપ્રદેશના સાંસદ હોવાના રૂપે પણ ઉત્તરપ્રદેશના વિકાસના સમાચાર તેમને રાહત આપે છે. ઉત્તરપ્રદેશના લોકોનો પણ અધિકાર બને છે. આજ કારણસર તેઓ બે પાંચ વખત નહીં પરંતુ ૧૫-૧૬ વખત આવતા રહે છે. મોદીએ ઉમેર્યું હતું કે માર્ચ સુધીમાં દરેક ઘરમાં વીજળી પહોંચાડવનું લક્ષ્ય છે જેને પૂર્ણ કરી લેવામાં આવશે.
વિકાસની શરૂઆત થઈ છે અને વધારે તેજ ગતિ સાથે આગળ વધવાની જરૂર છે. ક્લિન અને ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં આગળ વધવા મોદીએ ઉદ્યોગપતિઓને અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ નેતૃત્વમાં સરકાર શાનદાર કામગીરી અદા કરી રહી છે. એક સમય એવો હતો જ્યારે ઉત્તરપ્રદેશમાં લોકો મૂડીરોકાણને પડકારરૂપ ગણતા હતા. માત્ર ગાઝીયાબાદ અને નોઈડામાં જ વિકાસની ગતિવિધિ ચાલતી હતી. ઉત્તરપ્રદેશની પ્રજાને તેઓએ વચન આપ્યું હતું કે પ્રેમને વ્યાજ સાથે ચૂકવવામાં આવશે. આજે આ યોજનાઓ આના પરિણામ સ્વરૂપે દેખાઈ રહી છે.