ભારતમાં અનેક જાતિઓ અને ધર્મના લોકો વસે છે. દરેકને પોતની પરંપરાઓ અને રીવતરીવાજો છે. દરેક જ્ઞાતિ-ધર્મમાં લગ્ન કરવાની વિધિઓ અને રીતોમાં પણ ઘણી વિવિધતા જોવા મળે છે. પરંપરાગત રીતે જોઇએ તો હિન્દુ સમાજમાં લગ્નને એક સંસ્કાર માનવામાં આવતા હતા. પરંતુ હિન્દુ મેરેજ એક્ટ ૧૯૫૫ પસાર થયા પછી તેને કોન્ટ્રાક્ટ તરીકે પણ ગણાવી શકાય. જો કે હજુ પણ લગ્ન મુખ્યત્વે જાતિઓ અને ઉપ-જાતિના પરંપરાગત આધારો પર જ કરવામાં આવે છે. એનો અર્થ એ થયો કે લગ્નને જાતી વ્યવસ્થા એટલે કે જ્ઞાતિપ્રથા સાથે ખૂબ ગાઢ સંબંધ છે અને તેના મૂળમાં ધર્મ રહેલો છે. જોકે, આજકાલ ઇન્ટર કાસ્ટ મેરેજ એટલે કે અન્ય જ્ઞાતિમાં લગ્ન કરવા ખૂબ સામાન્ય વાત બની ગઇ છે. આ પગલું જ્ઞાતિ વચ્ચેના ભેદભાવો ઘટાડવા, સામાજીક દૂષણ સમાન અસ્પૃશ્યતા નાબૂદ કરવા અને સમાજમાં સ્વતંત્રતા, સમાનતા, ભાઇચારો વગેરેનાં મૂલ્યોનો ફેલાવો કરવા માટે મહત્વનું છે. ડો. આંબેડકર સ્કિમ આ દિશામાં ખૂબ જ સરાહનીય કામગીરી કહી શકાય છે.
શું છે આ સ્કિમનો ઉદ્દેશ્ય? આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ નવવિવાહિત દંપતી દ્વારા લેવામાં આવેલા આંતરજ્ઞાતિય લગ્નનાં સામાજિક રીતે સાહસિક પગલાની સરાહના કરવાનો અને દંપતીને નાણાંકીય પ્રોત્સાહન આપવાનો છે. જેથી તેમને લગ્ન જીવનના પ્રારંભિક તબક્કામાં સ્થાયી થવામાં મદદ મળી શકે. આપને જણાવી દઇએ કે આ સ્કિમને રોજગાર સર્જન અથવા ગરીબી નિવારણ યોજનાની પૂરક યોજના તરીકે ગણવી જોઈએ નહીં. આ માત્ર કપલને આપવામાં આવતી શરૂઆતી મદદ છે. કોને મળી શકે છે લાભ?: આ યોજનામાં ઇન્ટર કાસ્ટ મેરેજની વ્યાખ્યા કંઇક એવી છે કે જેમાં પતિ-પત્નીમાંથી એક અનુસૂચિત જાતિનો હોય અને બીજો બિન-અનુસૂચિત જાતિનો હોય. આ લગ્ન કાયદા મુજબ માન્ય હોવા જોઈએ અને હિન્દુ મેરેજ એક્ટ, ૧૯૫૫ હેઠળ યોગ્ય રીતે નોંધાયેલા હોવા જોઈએ. દંપતી દ્વારા કાયદેસર રીતે લગ્ન કરેલા અને વૈવાહિક બંધન જોડાયામાં હોવાનું સોગંદનામું રજૂ કરવું ફરજીયાત છે. જે વ્યક્તિ બીજી વખત અથવા તે પછી પણ લગ્ન કરે છે તો તેના માટે આ સ્કિમ હેઠળ કોઈ મદદ ઉપલબ્ધ નથી. આ સ્કિમનો લાભ લેવા જો લગ્નના એક વર્ષમાં રજૂ કરવામાં આવે તો અરજી માન્ય માનવામાં આવશે. આવા દંપતીઓને મદદ આપવા માટે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી તથા ડૉ. આંબેડકર ફાઉન્ડેશનના ચેરમેન આ હાજર રહેશે. ખોટી રીતે સ્કિમનો લાભ લેવા માટે માન્ય અધિકારીને ખોટી/ઉપજાવી કાઢેલી માહિતી રજૂ કરવી તે કાયદા મુજબ અમલમાં આવે તે મુજબ દંડનીય ગણવામાં આવશે. કેટલી મદદ મળે છે? કાનૂની ઇન્ટર કાસ્ટ મેરેજ માટે લગ્ન દીઠ રૂ. ૨.૫૦ લાખની મદદ મળશે. ૧૦ રૂપિયાના નોન-જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર પર પ્રી-સ્ટેમ્પેડ રસીદ પ્રાપ્ત થતા લાયકાત ધરાવતા યુગલોને આરટીજીએસ/એનઇએફટીની સાથે સંયુક્ત બેંક ખાતામાં મદદની રકમના ૧.૫૦ લાખ રૂપિયા મળશે. બેલેન્સ ત્રણ વર્ષ માટે ફિક્સ્ડ ડિપોઝિટ તરીકે રાખવામાં આવશે. આ યોજનાનો અમલ પ્રાયોગિક ધોરણે ૨૦૧૩-૧૪ અને ૨૦૧૪-૧૫ના ગાળા માટે ૨ વર્ષ સુધી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એપ્રિલ ૨૦૧૫થી આ યોજનાને નિયમિત યોજના તરીકે ચાલુ રાખવામાં આવી હતી. પાવરમેન્ટ, જે હજુ તૈયાર થઇ રહી છે અને તેનું સંશોધિત વર્ઝન અનુસૂચિત જાતિઓના વિકાસ માટે સૂચિત અમ્બ્રેલા સ્કીમના સબ-કોમ્પોનન્ટ પૈકી એક છે. દરેક લગ્ન માટે રૂ. ૨૫,૦૦૦ની રકમ જિલ્લા સત્તામંડળોને યોગ્ય કાર્યક્રમ યોજવા માટે આપવામાં આવશે. જેમાંથી દંપતીને મદદ આપવામાં આવશે.