આ વાઈરલ વિડિયોમાં યુવકે પેટ્રોલથી કર્યો સ્ટંટ, ત્યારે દાઢીમાં લાગી આગ અને પછી…

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

સોશિયલ મીડિયા પર દરરોજ હજારો વીડિયો વાયરલ થતા રહે છે. આ દિવસોમાં એક યુવકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્ટંટ કરી રહેલા યુવકનો જીવ પણ જઈ શકતો હતો. હકીકતમાં એક પંડાલ પર યુવક મોઢામાં પેટ્રોલ ભરી તેનાથી આગ લગાવવાનો સ્ટંટ કરી રહ્યો હતો. આ દરમિયાન તેની દાઢીમાં આગ લાગી ગઈ હતી. આસપાસ ઉભેલા લોકોએ જલદી તેનો જીવ બચાવ્યો હતો. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો છે, જેને લાખો લોકો લાઇક કરી ચુક્યા છે. તો એક કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો વાયરલ થઈ ચુક્યો છે. પરંતુ તે સ્પષ્ટ નથી કે વીડિયો કઈ જગ્યાનો છે. તેને ઇન્સ્ટાગ્રામ યૂઝર રવિ પાટીદારે પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે.

વીડિયોમાં એક ટેબલ પર યુવક ઉભેલો જોઈ શકાય છે. તેના હાથમાં એક લાકડી છે, જે સળગી રહી છે. તે લોકો પાસે પેટ્રોલની બોટલ માંગે છે અને પેટ્રોલ મોઢામાં લઈ તેના કોગળા કરી આગ લગાવવાનો પ્રયાસ કરે છે. ત્યારે તે કોગળો કરે છે ત્યારે આગ ફેલાય જાય છે અને તેની દાઢીમાં આગ લાગી જાય છે. તેને જોતા આસપાસ રહેલા લોકો ડરી જાય છે અને જલદી આગથી તેને બચાવવાનો પ્રયાસ કરે છે. આ વીડિયો પર ઘણા યૂઝર્સે કોમેન્ટ કરી છે. એક યૂઝરે કહ્યું કે આગ છે, તેની સાથે ન રમો. સળગી જશો. એક અન્ય યૂઝરે કહ્યું કે ભાઈ આ રીતે કેમ પોતાના જીવને જોખમમાં મુકી રહ્યો છે. મહેરબાની કરી તારૂ ધ્યાન રાખ. તો ત્રીજા યુવકે કોમેન્ટ કરી- ખુબ ખતરનાક સ્ટંટ છે. દરેકે કરવો યોગ્ય નથી.

Share This Article