આ મુસ્લિમ દેશમાં મીડિયા પર વિચિત્ર નિયંત્રણો લગાવવામાં આવ્યા પ્રતિબંધ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઈરાકની સરકારે ‘સમલૈંગિકતા’ને લઈને મોટો અને કડક ર્નિણય લીધો છે. દેશના મીડિયા રેગ્યુલેટરે ‘સમલૈંગિકતા’ શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. બુધવારે ત્યાંની તમામ મીડિયા અને સોશિયલ મીડિયા કંપનીઓને આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. આદેશમાં કહેવામાં આવ્યું છે કે તમામ કંપનીઓએ ‘સમલૈંગિકતા’ની જગ્યાએ ‘સેક્સ્યુઅલ ડિવિઅન્સ’ શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય ‘લિંગ’ શબ્દ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સરકારના પ્રવક્તાએ કહ્યું કે નિયમનું ઉલ્લંઘન કરવા બદલ દંડ હજુ નક્કી કરવામાં આવ્યો નથી, પરંતુ તેમાં દંડ પણ સામેલ હોઈ શકે છે. તેમણે કહ્યું કે ઈરાક સ્પષ્ટપણે સમલૈંગિકતાને ગુનો માનતું નથી.

આમ તો ‘સમલૈંગિકતા’ ૬૦થી વધુ દેશોમાં અપરાધ છે. દેખીતી રીતે LGBTIQ   સમુદાય માટે આ એક મોટો ર્નિણય છે. જણાવી દઈએ કે ‘સમલૈંગિકતા’ને ૬૦થી વધુ દેશોમાં અપરાધ જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે ૧૩૦થી વધુ દેશોમાં સમલૈંગિક સંબંધો કાયદેસર છે. ઇરાકે બે દિવસ પહેલા ટેલિગ્રામને સસ્પેન્ડ કર્યું હતું.. જે જણાવીએ તો, ઈરાકે બે દિવસ પહેલા ટેલિગ્રામને સસ્પેન્ડ કરી દીધું હતું. આ માટે તેમણે રાષ્ટ્રીય સુરક્ષાનો ઉલ્લેખ કર્યો હતો. દેશના ટેલિકોમ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે તેમણે રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાને ધ્યાનમાં રાખીને વપરાશકર્તાઓના વ્યક્તિગત ડેટાની અખંડિતતાને જાળવી રાખવા માટે ટેલિગ્રામ મેસેજિંગ એપને બ્લોક કરી છે.

ઈરાનમાં સ્ટોકહોમમાં કુરાન સળગાવવાને લઈને મચ્યો હોબાળો.. સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં સેન્ટ્રલ મસ્જિદની બહાર કુરાન સળગાવવાના કારણે, લોકોમાં ભારે ગુસ્સો પ્રવર્તી રહ્યો છે.  ઇરાકની રાજધાની બગદાદમાં મોટી સંખ્યામાં વિરોધીઓએ એકઠા થઈને, સ્વીડિશ દૂતાવાસ પર હુમલો કર્યો હતો. એટલું જ નહીં ભીડ એમ્બેસીની અંદર પણ ઘૂસી ગઈ હતી. રોષે ભરાયેલા ટોળાએ દૂતાવાસનો દરવાજો તોડી નાખ્યો હતો. લોકો દિવાલો ઉપર પણ ચઢી ગયા હતા. આ પહેલા વિરોધીઓએ દૂતાવાસની બહાર રેલી કાઢી હતી અને સ્વીડનના રાજદૂતને હટાવવાની માંગણી કરી હતી. વિરોધીઓએ દૂતાવાસની બહાર પત્રિકાઓ વહેંચી અને પોસ્ટરો લહેરાવ્યા હતા. જેમાં અરબી અને અંગ્રેજીમાં લખેલું હતું: ‘આપણું બંધારણ કુરાન છે. અમારા નેતા અલ-સદ્ર છે. સાઉદી અરેબિયા, ઈરાન, મોરોક્કો, બહેરીન, યુએઈ અને અમેરિકા સહિત ઘણા દેશોએ આ ઘટનાને વિશ્વ માટે અપમાનજનક અને ખતરનાક ગણાવી છે.

Share This Article