2023ના વર્ષમાં નાણાકીય સાયબર ફ્રોડને કારણે ગુજરાતીઓએ 156 કરોડ રૂપિયા ગુમાવ્યા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : 2023ના વર્ષમાં નાણાકીય સાયબર ફ્રોડને કારણે ગુજરાતીઓએ 156 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા અથવા તેને એક્સેસ કરી શક્યા નથી. દેશના કોઇ પણ રાજ્યમાં સાયબર ફ્રોડમાં સ્થગિત કરવામાં કરવામાં આવેલી આ સૌથી વધુ રકમ હતી. લોકસભામાં રજૂ કરવામાં આવેલા ડેટા દર્શાવે છે કે આ રકમ ભારતભરમાં બેંક અથવા નાણાકીય સંસ્થા દ્વારા સ્થગિત કરા યેલી કુલ કુલ રકમના 17 ટકા જેટલી છે. 2023માં નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930માં ગુજરાતમાંથી (Gujarat) 1,21,701કોલ્સ થયા હતા. એટલે કે દરરોજ 333 કોલ અથવા દર ચાર મિનિટે એક કોલ કર્યા હતા! કોલની દ્રષ્ટિએ, ઉત્તર પ્રદેશ (1.9 લાખ) અને મહારાષ્ટ્ર (1.25 લાખ) પછી ગુજરાત ત્રીજા ક્રમે છે. લોકસભામાં સંજય ભાટિયા, પીસી મોહન, અને એલએસ તેજસ્વી સૂર્યા સહિત આઠ સાંસદોના પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય રાજ્યમંત્રી (ગૃહ) અજય કુમાર મિશ્રાએ એક જવાબમાં આ માહિતી આપી હતી. જાે કે પૈસા પાછા માગવાની વાત કરીએ તો તેમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. એક ફરિયાદમાં ગુજરાત માટે સરેરાશ રૂ.12,800ની રકમ ચૂકવવી પડતી હતી, જ્યારે મહારાષ્ટ્ર માટે આ રકમ રૂ 8,000 અને ઉત્તર પ્રદેશ માટે રૂ.૩,૦૦૦ હતી. ડેટાએ એ પણ સૂચવ્યું હતું કે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ સુધીમાં લગભગ 40ટકા ફરિયાદો (49,220) હોલ્ડ પર મૂકવામાં આવી હતી. સાયબર ક્રાઇમ નિષ્ણાતોએ ધ્યાન દોર્યું હતું કે, મોટાભાગની ફરિયાદોની તપાસ ફરિયાદ તરીકે કરવામાં આવતી હોવાથી ઓછી ફરિયાદો એફઆઈઆરમાં ફેરવાઈ જાય છે. શહેર સ્થિત સાયબર સિક્યુરિટી ફર્મના સીઇઓ સની વાઘેલાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીએ કેસોની સંખ્યામાં કોઇ ઘટાડો જાેવા મળ્યો નથી, કારણ કે છેતરપિંડી કરનારાઓ તેમની મોડસ ઓપરેન્ડી બદલતા રહે છે.

Share This Article