નવીદિલ્હી: રાજસ્થાનમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીને ત્રણ બદમાશોએ તેમના ઘરમાં ગોળી મારીને હત્યા કરી નાખી. હવે આ હત્યા બાદ રાજ્યમાં તણાવ વધી ગયો છે. જયપુર સહિત વિવિધ સ્થળોએ પ્રદર્શનના અહેવાલો છે, જ્યારે ચુરુમાં એક સરકારી બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ સાથે જ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના વિરોધમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અને રાજસ્થાનના અન્ય સમુદાયોએ બુધવારે એટલે કે આજે રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું છે. આ હત્યાકાંડ પર રાજસ્થાનના ડીજીપી ઉમેશ મિશ્રાએ કહ્યું કે રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની જયપુરમાં હત્યા કરવામાં આવી હતી. હત્યારાઓ વાત કરવાના બહાને તેમના ઘરે આવ્યા હતા. આ ઘટનામાં સુખદેવ સિંહ ગોગામેડીનું મોત થયું હતું અને તેમનો એક અંગરક્ષક ઘાયલ થયો હતો. હત્યારાઓની સાથે રહેલા એક આરોપીને પણ ગોળી વાગી હતી અને તેનું મોત થયું હતું. બદમાશોના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે રોહિત ગોદારા ગેંગે હત્યાની જવાબદારી લીધી છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે. અમે હરિયાણાના ડીજી પાસેથી પણ મદદ માંગી છે.. જયપુરમાં તેમના નિવાસસ્થાને શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની ન્યાયિક તપાસની માંગ કરવા માટે ‘બંધ’નું એલાન કરવામાં આવ્યું છે. અગાઉ જયપુરમાં રાજપૂત કરણી સેનાના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. મેટ્રો માસ હોસ્પિટલની બહાર વિરોધ પ્રદર્શનો થયા હતા અને માનસરોવરમાં રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા હતા. સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની નોંધ લેતા રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાએ ડીજીપી ઉમેશ મિશ્રા પાસેથી ઘટનાની માહિતી લીધી હતી. આ પછી રાજ્યપાલે ડીજીપીને રાજ્યમાં શાંતિ જાળવવા માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તેમણે કહ્યું કે ગુનેગાર કોઈપણ હોય, તેની વહેલી તકે ધરપકડ કરો અને કડક કાર્યવાહી કરો. ઘટના બાદ તરત જ, કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગના સભ્ય રોહિત ગોદરાએ હત્યાની જવાબદારી સ્વીકારી હતી. રોહિત ગોદરાએ ફેસબુક પર જણાવ્યું કે રાજપૂત કરણી સેનાના પ્રમુખની હત્યાની સંપૂર્ણ જવાબદારી તેની ગેંગે લીધી છે.તેમણે લખ્યું કે ભાઈઓ, આજે સુખદેવ ગોગામેડીની હત્યા થઈ ગઈ. અમે આની સંપૂર્ણ જવાબદારી લઈએ છીએ. અમે આ હત્યા કરાવી છે. હું તમને કહેવા માંગુ છું કે તે (ગોગામેડી) આપણા દુશ્મનોને મદદ કરતા અને તેમને મજબૂત કરતા હતા. જ્યાં સુધી આપણા દુશ્મનોની વાત છે, તેમને તેમના ઘરના દરવાજે તેમની અર્થી તૈયાર રાખવી જાેઈએ. અમે તેમને પણ જલ્દી મળીશું.
ગુજરાતીઓ આગામી 8 દિવસ સાચવજો! હવામાનના મિજાજમાં આવશે મોટું પરિવર્તન, ખેડૂતો માટે ચિંતાનો વિષય
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પરંતુ રાજી થવાની જરૂર નથી, કેમ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ...
Read more