નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે આવતીકાલે મતદાન યોજાનાર છે. આને લઇને ભારે ઉત્સા દેખાઇ રહ્યો છે. બીજી બાજુ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર)ના નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં બીજા તબક્કાની ચૂંટણીમાં ૨૭ ટકા ઉમેદવારો અથવા તો ૪૨૭ ઉમેદવારોની સંપત્તિ કરોડોમાં છે. આ ઉમેદવારો કરોડપતિ છે. તેમની સંપત્તિ એક કરોડ અથવા ો ઉપરની છે. જ્યારે ૧૧ ટકા ઉમેદવારો દ્વારા તેમની સંપત્તિ પાંચ કરોડ જાહેર કરવામાં આવી છે. આવી જ રતે ૪૧ ટકા ઉમેદવારોએ તેમની સંપત્તિ ૧૦ લાખ રૂપિયા આંકી છે.
લોકસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં મેદાનમાં રહેલા ઉમેદવારો પૈકી સરેરાશ ઉમેદવારોની સંપત્તિ ૩.૯ કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી છે. નેશનલ ઇલેક્શન વોચ અને એડીઆર દ્વારા લોકસભાની ચૂંટણીમાં મેદાનમાં રહેલા કુલ ૧૬૪૪ ઉમેદવારો પૈકી ૧૫૯૦ ઉમેદવારોના એફિડેવિટમાં ચકાસણી કરી છે. આ તમામ પૈકી ૧૫૯૦ ઉમેદવારોના આંકડામાં અભ્યાસ કરવામાં આવ્યા બાદ કેટલીક નવી વિગત સપાટી પર આવી છે. જે પૈકી નેશનલ પાર્ટીના ઉમેદવારોની સંખ્યા વધારે છે.
બીજા તબક્કામાં નેશનલ પાર્ટીના ઉમેદવારોની સંખ્યા ૨૦૯ છે. રાજયની પાર્ટીઓના ઉમેદવારોની સંખ્યા ૧૦૭ નોંધાઇ છે. આવી જ રીતે બિન નોંધાયેલી રાજકીય પાર્ટીઓના ઇમેદવારોની સંખ્યા ૩૮૬ રહી છે. જ્યારે અપક્ષ તરીકે ચૂંટણી મેદાનમાં રહેલા ઉમેદવારોની સંખ્યા ૮૮૮ જેટલી રહી છે. મોટી પાર્ટીની વાત કરવામાં આવે તો કોંગ્રેસ પાર્ટીમાંથી ૫૩ ઉમેદવારો છે. જ્યારે ભાજપમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારો છે. કોંગ્રેસની વાત કરવામાં આવે તો તેની પાર્ટીના ૫૩ ઉમેદવારો પૈકી ૪૬ ઉમેદવારો અથવા તો ૮૭ ટકા ઉમેદવારોએ તેમની સંપત્તિ એક કરોડથી વધારેની આંકી છે. આવી રીતે ભાજપના ઉમેદવારો પૈકી ૪૫ ઉમેદવારોએ તેમની સંપત્તિ એક કરોડ કરતા વધુ છે.