હાલના દિવસોમાં મહિલાઓ અને યુવતીઓ સામે જુદા જુદા પ્રકારના ગુનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. રેપ, હત્યા અને એસિડ હુમલા સહિતાન ચોંકાવનારા બનાવ હાલમાં દેશના જુદા જુદા ભાગોમાં બની રહ્યા છે. આવી સ્થિતિમાં યુવતીઓ પોતાની સેફ્ટીને લઇને ચિંતાતુર છે. ખાસ કરીને વારંવાર યાત્રા કરતી મહિલાઓ અને યુવતિઓ તેમજ પ્રવાસમાં રસ ધરાવતી મહિલાઓ અને યુવતીઓને સાવધાન રહેવાની જરૂર દેખાઇ રહી છે. જો તમે તમારી ગર્લ ગેંગની સાથે કોઇ જગ્યાએ જવા માટે ઇચ્છુક છો તો અથવા તો એકલા રીતે ફરવાની ઇચ્છા છે તો આપને ભયભીત થઇને પ્લાન કેન્સલ કરવાની કોઇ જરૂર નથી. માત્ર સુરક્ષા માટે કેટલાક પાસાને ધ્યાનમાં રાખવાની જરૂર હોય છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે આપના ફોન આપને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. લોકેશન શેયરિંગ એપ્સની મદદ લઇ શકાય છે અને સફર દરમિયાન પોતાના લાઇવ લોકેશનને સૌથી નજીકની વ્યક્તિ સાથે શેયર કરી દેવાની જરૂર હોય છે. રસ્તામાં ગુગલ મેપનો ઉપયોગ કરીને યોગ્ય રસ્તાની માહિતી મેળવતા રહેવાની જરૂર હોય છે.
તમે જે પણ ગાડી અથવા તો બસમાં મુસાફરી કરવા માટે જઇ રહ્યા છો તે ગાડી અને બસના નંબર સહિત તમામ માહિતી પરિવારના સભ્યોને પહેલાથી જ શેયર કરી દેવાની જરૂર હોય છે. ત્યારબાદ પ્રવાસની મજા માણી શકાય છે. આવા નાનકડા પગલા આપને મોટી મુશ્કેલીથી બચાવી શકાય છે. ટ્રિપ દરમિયાન તમે ક્યાં સ્ટે કરી રહ્યા છો તેની માહિતી પણ પરિવારના સભ્યોને આપવામાં આવે તે જરૂરી હોય છે. કોઇ પણ હોટેલ બુક કરતા પહેલા ઓનલાઇન ત્યાંના લોકોના રિવ્યુ જાણવા માટેની જરૂર હોય છે. કોઇ પણ જગ્યાએ ચેક ઇન, ચેક આઉટ અથવા તો લાઇવ લોકેશન સોશિયલ મિડિયા પર શેયર કરવાથી બચવાની જરૂર હોય છે. ફરવા જતા પહેલા ત્યાંના સ્થળ અંગે ઇન્ટરનેટ પર ખુબ વાંચવામાં આવે છે. ત્યાં ફરવા માટેની જગ્યાએ, ભાડા અને ભોજન તેમજ રહેવા માટેની જગ્યા અંગે માહિતી મેળવતા રહીએ છીએ.
આ તમામ બાબતોની સાથે સાથે તે સ્થળની નજીક પોલીસ સ્ટેશન અને હોસ્પિટલ અંગે પૂર્ણ પુરતી માહિતી એકત્રિત કરી લેવી જોઇએ. દરેક જિલ્લાના એસપીના નંબર હવે ઓનલાઇન ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યા છે. મુશ્કેલ સમયમાં તમે તેમની સાથે આ નંબર સેવ રાખી શકાય છે. કોઇ પણ પ્રકારના ખતરા દેખાય તો ઇમરજન્સી નંબર ૧૧૨ પર અથવા તો ત્યાંના એસપીના તરત ફોન કરી દેવાની જરૂર હોય છે. ફરવા ગયા બાદ કેટલીક વખત એવી જગ્યાએ પણ તમે પહોંચી શકો છો જ્યાં નેટવર્ક ઉપલબ્ધ હોતા નથી. આવી સ્થિતિમાં આપને સ્થિતિ આપને જાતે સંભાળવાની હોય છે. કોઇ પણ પ્રકારના ખતરાને પહોંચી વળવા માટે પોતાની પાસે ચાકુ, અથવા તો બ્લેડ, અથવા તો પેપર સ્પ્રે સાથે રાખી શકાય છે.
તમામ સાવધાની હોવા છતાં પણ જો કોઇ મુશ્કેલ સ્થિતિમાં મહિલા અથવા તો યુવતીઓ ફસાઇ જાય તો ડરવાની કોઇ જરૂર નથી. પોતે આના માટે માનસિક રીતે તૈયાર રહેવાની જરૂર હોય છે. કોઇ ઘટના બને તો ડરવાના બદલે જાતે આગળના રસ્તાને શોધવાની જરૂર હોય છે. કેટલીક વખત ભયના કારણે દિમાગ કામ આપતુ નથી. સુરક્ષાની તમામ ચીજો હોવા છતાં તમે કઇ કરી શકતા નથી. જેથી ડરવાના બદલે દુશ્મનનો સામનો કરવામાં આવે તે જરૂરી છે. ત્યાં જે પણ ચીજો પડી હોય અથવા તો ઉપલબ્ધ હોય તે ચીજથી સામેવાળી વ્યક્તિને ઘાયલ કરવાના પ્રયાસ કરવા જોઇએ.
જો તમારી પાસે કોઇ વસ્તુ નથી તો હાથથી પણ પોતાના બચાવ કરી શકાય છે. આપના નખ, આપના દાંત હથિયાર તરીકે સાબિત થઇ શકે છે. સામેવાળી વ્યક્તિની પકડ ઢીલી ન થાય ત્યાં સુધી નખથી પ્રહાર કરી દેવા જોઇએ. જો તમને ડ્રાઇવર ખોટા રસ્તા પર લઇને જઇ રહ્યો છે તો તેને દુપટ્ટા અથવા તો પર્સથી ગળાને દબાવીને યોગ્ય દિશામાં ચાલવા માટે કહી શકાય છે. કોઇ આપના ઉપર આવીને હાવી થાય તો તેના નાક પર પ્રહાર કરવાની જરૂર હોય છે. જો કોઇ તમને પકડી લે તો તેની આંખમાં આંગળી ઘુસાડી દેવાની હિમ્મત કરવી જોઇએ. દુશ્મનના પગની વચ્ચે માર મારીને બચાવ કરી શકાય છે.