લોકસભાની ચૂંટણી નજીક આવી પહોંચી છે ત્યારે તૈયારી તમામ પાર્ટી દ્વારા હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે દરેક પાર્ટી પોત પોતૈની રીતે પાસા ફેંકી રહી છે. ભાજપ અને કોંગ્રેસ પાર્ટી આ મામલે સૌથી આગળ છે. એકબાજુ નરેન્દ્ર મોદીનુ નામ ભાજપ માટે સૌથી મોટા હથિયાર તરીકે છે. અમિત શાહ કહી ચુક્યા છે કે આજે દુનિયામાં મોદી જેવા બીજા કોઇ મોટા નેતા નથી. મોદીએ પોતે પણ આપને કેવા પ્રકારના સેવકની જરૂર છે તેવો પ્રશ્ન કરીને પોતાને નવેસરથી રજૂ કરવાની તક ઝડપી લીધી છે. મોદીએ રાહુલ ગાંધીના નામનો ઉલ્લેખ કર્યા વગર મતદારોની વચ્ચે પોતાની વાત મજબુતી સાથે રજૂ કરી દીધી છે. અગાઉની યુપીએ સરકાર દ્વારા તેમને હેરાન પરેશાન કરવાની વાત કરીને મોદીએ ઉલ્લેખ કર્યો છે કે કઇ રીતે અગાઉની સરકારના ગાળા દરમિયાન તેમને હેરાન કરવામાં આવ્યા હતા.
અમિત શાહને તો જેલ ભેગા પણ કરી દેવામાં આવ્યા હતા. પોતાને પિડિત તરીકે રજૂ કરીને મોદીએ કુશળતા સાથે ભાવનાત્મક મુદ્દાને પણ ચૂંટણીમાં રજૂ કરી દીધા છે. મોદીનો ભાવનાત્મક મુદ્દો આ વખતે પણ મતદારોની સમક્ષ રહેનાર છે. પાંચ વર્ષ પહેલા ભાજપે આ જ જ્ગ્યાએ ભાજપે રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠક યોજી હતી. પાંચ વર્ષ બાદ હાલમાં દિલ્હીના ઐતિહાસિક રામ લીલા મેદાન ખાતે કાર્યકારણીની બેઠક યોજવામાં આવી હતી. મોદીએ આમાં વડાપ્રધાન તરીકે તેમના વિજનને રજૂ કરીને તમામને તૈયારીમાં લાગી જવા માટે કહ્યુ હતુ. આને સાંભળ્યા બાદ તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે બનાવવાનો વિરોધ કરનાર પક્ષના સૌથી વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પણ તેમની પ્રશસા કર્યા વગર રહી શક્યા ન હતા. અડવાણીએ કહ્યુ હતુ કે જાણે અમે સ્વામી વિવેંકાનંદને સાંભળી રહ્યા હતા. રામલીલા મેદાનમાં ભાજપ રાષ્ટ્રીય કારોબારને હમેંશા ઉપયોગી માને છે. પાર્ટીના લોકો કહે છે કે આટલી મોટી રાષ્ટ્રીય પરિષદનુ આયોજન પહેલા ક્યારેય કરવામાં આવ્યુ નહતુ. પાર્ટીએ અહીં હાલની હાર બાદ કાર્યકરોના ઉત્સાહને વધારી દેવાના તમામ પ્રયાસો કર્યા હતા. કાર્યકરોમાં આત્મવિશ્વાસ જગાવવા માટેની આ છેલ્લી તક હતી.
ભાજપને લાગે છે કે ખેતી અને ખેડુતના મુદ્દાને વિપક્ષ મોટા મુદ્દા તરીકે રજૂ કરનાર છે. જેથી આ મુદ્દા પર અલગ રીતે એક ઠરાવ રાજનાથ સિંહ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ છે કે સ્વતંત્ર ભારત બાદ કોઇ પણ સરકારે એટલા પગલા ખેડુતો માટે લીધા નથી જેટલા પગલા આ સરકાર દ્વારા ખેડુતોને મજબુત કરવા માટે લેવામાં આવ્યા છે. મોદી કારોબારીમાં આક્રમક અંદાજમાં દેખાયા હતા. તમામ મુદ્દા પર વાત કરી હતી. ભાજપના રાષ્ટ્રીય અધિવેશનનાં બીજા દિવસે વડાપ્રધાન નરેનદ્ર મોદી હાલમાં તેમના અસલી અંદાજમાં દેખાયા હતા અને કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષોની જારદાર ઝાટકણી કાઢી હતી. મોદીએ કહ્યું હતું કે વિરોધ પક્ષો મજબુર સરકાર માટે ઈચ્છુક છે. જ્યારે દેશ અને કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષોની જોરદાર ઝાટકણી કાઢી હતી. મોદીએ કહ્યું હતું કે વિરોધ પક્ષો મજબુર સરકાર માટે ઈચ્છુક છે.