ગોધરાના ઓરવાડા ગામે યોજાયેલા ભવ્ય લોકડાયરામાં લોકગાયક જીજ્ઞેશ કવિરાજ તેમજ સોશિયલ મીડિયા સેલિબ્રિટી કમાના સથવારે પ્રેક્ષકો ઝૂમી ઉઠ્યા હતા. જ્યાં રસીયો, રૂપાળો, રંગરેલીયો..ગીતના તાલે કમલેશ કોઠારી ઉર્ફે કમાએ રંગત જમાવી હતી. પંચમહાલ સહિત ત્રણ જિલ્લાના ૧૦ હજારથી વધુ પ્રેક્ષકોએ ઓરવાડા ગામે યોજાયેલા આ લોકડાયરાની મોજ માણી હતી.
પંચમહાલ જિલ્લાના ઓરવાડા ખાતે શ્રી ગુરુ શિવાનંદજી સેવા ટ્રસ્ટ તથા ઓરવાડાના ગ્રામજનો દ્વારા બાબા રામદેવજી તથા મહાસતી જસમા માતાનાં મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે ગોધરાના સાંઈ ક્રિષ્ના ઇવેન્ટસ એન્ડ મ્યૂઝિકલ ઓર્કેસ્ટ્રા ગ્રુપના સથવારે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પંચમહાલ-દાહોદ-મહિસાગરના કુલ ૧૦ હજારથી વધુ પ્રેક્ષકોએ હાજર? રહી પ્રખ્યાત લોકગાયક જીગ્નેશ કવિરાજ, સોશિયલ મીડિયા સેલિબ્રિટી કમલેશ કોઠારીયા ઉર્ફે કમો, ટીમલી ગફૂલી સુપરસ્ટાર વિક્રમ ચૌહાણ અને ટીમલીસ્ટાર રાકેશભાઈ રાવળ સાથે મોડી રાત સુધી મોજ માણી હતી. જ્યાં રસીયો..રૂપાળો.. રંગરેલીયો.. ગીતના તાલે કમો ઝૂમી ઉઠતા લોકો ઘેલમાં આવી ગયા હતા. આ કાર્યક્રમ અંતર્ગત મંદિરના જીર્ણોદ્ધાર માટે તમામ અતિથિ તથા? જાહેર જનતાએ ખુલ્લા હાથે યથાશક્તિ અલગ અલગ પ્રકારે દાન કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શ્રી ગુરુ શિવાનંદજી સેવા ટ્રસ્ટના આયોજકો-સભ્યોએ ?અને ઓરવાડા ગામના ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સરસ મજાનું ઇવેન્ટ મેનેજમેન્ટ પ્રખ્યાત કંપની સાંઈ ક્રિષ્ના ઇવેન્ટસના ઓર્ગેનાઈઝર વિનોદભાઈ વિરવાણી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.