છેલ્લાં 6 વર્ષના સમયગાળામાં ૭૦૦ જવાનોએ આત્મહત્યા કર્યાનો અહેવાલ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

કેન્દ્રના ગૃહ મંત્રાલયના સચિવની અધ્યક્ષતામાં સંસદીય સમિતિને ભાજપના મુરલી મનોહર જોશીના નેતૃત્વ હેઠળની અંદાજ સમિતિને કહ્યું હતું. ‘છેલ્લા છ વર્ષમાં કેન્દ્રીય સશસ્ત્ર દળોના આશરે ૭૦૦ જવાનોએ આત્મહત્યા કરી હતી અને સ્વૈચ્છિક રાજીનામુ આપનારાઓની સંખ્યા વર્ષે ૯૦૦૦ની હતી.

આત્મહત્યાનો આંકડો યુધ્ધમાં શહીદ થાય તેના કરતાં વધુ મોટો છે, એમ કેન્દ્રના ગૃહ મંત્રાલયે સંસદીય સમિતિને કહ્યું હતું. આત્મહત્યાના કારણોમાં એકલતા, સ્થિરતાનો અભાવ અને ઘરેલુ યાદ મુખ્ય હતા. સ્વૈચ્છિક રાજીનામુ અને મોટી સંખ્યામાં જવાનો દ્વારા લેવામાં આવતી અંતિમ પગલાં અંગે સમિતિમાં વધતી જતી ચિંતાના જવાબમાં આ મુજબ ગૃહ મંત્રાલયે કહ્યું હતું.

પોતાના અહેવાલ અંગે વિગતવાર માહિતી આપતાં ગૃહ મંત્રાલયે છ વર્ષનો કોઇ ચોક્કસ આંકડો આપ્યો નહતો, પરંતુ વર્ષ ૨૦૦૧ બીએસએફ માટે, ૨૦૧૨  સીઆરપીએફ માટે,૨૦૦૬ આઇટીબીપી માટે,૨૦૧૩ માટે સીઆઇએસએફ અને એસએસબી તેમજ ૨૦૧૪ માટે આસામ રાઇફલ્સ વિવિધ કારણો ગણાવ્યા હતા.

.

Share This Article