કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણે આજે એટલે કે ૧ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ દેશનું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. ૫૮ મિનિટના આ બજેટ ભાષણમાં તેમણે ઘણી મહત્વની જાહેરાતો કરી છે. જાે કે, આ બજેટને ન તો નવા બોજ તરીકે જાેવામાં આવી રહ્યું છે કે ન તો નુકશાન. બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રીએ યુવાનો માટે કેટલીક ખાસ જાહેરાતો કરી છે. તેમણે સ્કિલ ઈન્ડિયા, લખપતિ દીદી યોજના અને નવી કોલેજાે વિશે માહિતી શેર કરી છે. બજેટ સત્રમાં યુવાનો શાળા શિક્ષણ, કોલેજ શિક્ષણ, વ્યાવસાયિક અભ્યાસક્રમો અને રોજગાર જેવા મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપે છે. બજેટ ૨૦૨૪ રજૂ કરતી વખતે ર્નિમલા સીતારમણે કહ્યું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ હેઠળ કેટલાક સુધારા કરવામાં આવી રહ્યા છે. જેમાં દેશના ૧.૪ કરોડ યુવાનોને પીએમ શ્રી સ્કિલ ઈન્ડિયા મિશન હેઠળ તાલીમ આપવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે ૫૪ લાખ યુવાનોને નોકરી આપવાનું કામ કરવામાં આવ્યું છે. રોજગાર મેળા દ્વારા આઈટીઆઈના યુવાનોને નોકરી આપવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે, પર્યટન ક્ષેત્રમાં વિસ્તરણ સાથે રોજગારીની ઘણી તકો ઉભી થવા જઈ રહી છે. બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રીએ કહ્યું કે, ૨૦૧૪ની સરખામણીમાં ત્રણ ગણી વધુ નવી કોલેજાે ખોલવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર જ્યાં વર્ષ ૨૦૧૪માં ૭ એઈમ્સ હતા ત્યાં હવે ૨૨ છે. આઈઆઈટીની સંખ્યા હવે ૧૬ થી વધીને ૨૩ થઈ ગઈ છે. આ સિવાય યુનિવર્સિટીની સંખ્યા ૭૨૩ થી વધીને ૧૧૧૩ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, અમારી સરકારે 7 IIT, 16 IIIT, 7 IITM પણ ખોલ્યા છે. બજેટમાં કહેવામાં આવ્યું હતું કે, દેશમાં ઘણી નવી મેડિકલ કોલેજાે ખુલશે. આ માટે એક સમિતિની રચના કરવામાં આવશે. મેડિકલ એજ્યુકેશનને મજબૂત બનાવવામાં આવશે. દેશના વિદ્યાર્થીઓને મેડિકલ એજ્યુકેશન માટે વિદેશ નહીં જવું પડે. મોર્ડન ટેક્નોલોજી સાથે નવી કોલેજાે બનાવવામાં આવશે. નાણામંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું કે, ટેક્નોલોજીના ક્ષેત્રમાં નવા રિસર્ચ થઈ રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને રોજગાર અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે નવા રિસર્ચ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, પીએમ મોદીએ જય જવાન, જય જવાન, જય વિજ્ઞાનની સાથે જય અનુસંધાનનો નારો આપ્યો છે અને આ અંતર્ગત કામ કરવામાં આવી રહ્યું છે.
Shehra Taluka Women Drive Change: MLA Jetha Bhai Bharwad Distributes 20 E-Rickshaws
In Chaandangarh, located in Shahra Taluka, the Panchmahal District Bank has distributed e-rickshaws to women from various villages of Shehra...
Read more