શિક્ષણ માટે મક્કા સમાન ગણવામાં આવતા ભારતીય ટેકનોલોજી સંસ્થા (આઇઆઇઆઇટી)માંથી ૭૨૪૮થી વધારે વિદ્યાર્થીઓ નિકળી ચુક્યા છે. ડ્રોપ આઉટની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. લોકસભામાં સરકાર દ્વારા માહિતી આપવામાં આવ્યા બાદ વાલીઓ અને શિક્ષણ સમુદાયના લોકોમાં આને લઇને ચર્ચા રહી છે. માનવ સંશાધન વિકાસ મંત્રાલયના નવા આંકડામાં આ મુજબની બાબત સપાટી પર આવી છે. આઇઆઇઆઇટીના વિદ્યાર્થીઓને પરીક્ષા વિકલ્પો પર રાહત આપવાની હાલમાં વાત કરી હતી. આ સંબંધમાં માહિતી આપવામાં આવી ત્યારકે આ આંકડા સપાટી પર આવ્યા હતા. એકઝીટ ઓપ્શનનો અર્થ એ છે કે વિદ્યાર્થીઓને બીજા સેમેસ્ટર બાદ પોતાના કોર્સને બદલી બીટેકથી બીએસસી કોર્સ લેવા માટેની મંજુરી પણ આપવામાં આવનાર છે.
કેટલીક વખત વિદ્યાર્થીઓ કોઇ ખાસ કોર્સના પ્રેશરને સહન કરી શકતા નથી. આવી સ્થિતિમાં તેમની સુવિધા માટે હવે એકઝીટ ઓપ્શનના વિકલ્પ આપવામાં આવનાર છે. વિદ્યાર્થીઓ પોતાની સુવિધા મુજબ કોર્સની પસંદગી કરી શકે તે હેતુ આની પાછળ રહેલો છે. હાલમાં આઇઆઇઆઇટીમાં અધ વચ્ચે કોર્સ છોડી દેનાર વિદ્યાર્થીઓના કોઇ ડેટા ઉપલબ્ધ બની રહ્યા નથી.
થોડાક સમય પહેલા કેટલાક નિર્ણય કરવામા આવ્યા હતા. જેના ભાગરૂપે આઇઆઇટી કાઉન્સિલે એકઝીટ ઓપ્શન પસંદ કરવા માટેનો નિર્ણય તમામ આઇઆઇઆઇટી પર છોડી દીધો હતો. ત્યારબાદ ૧૬મી ઓક્ટોબરના દિવસે માનવ સંશાધન વિકાસ મંત્રાલયની આ સંબંધમાં બેઠક મળી હતી. જેમાં કેટલાક પાસા પર ટોપના અધિકારીઓ અને સંબંધિતો દ્વારા વ્યાપક વિચારણા કરવામાં આવી હતી.