પ્રાઇસ વોર ખતમ થવાની દિશામાં : ફોન બિલ વધશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

કોલકત્તા : ટેલિકોમ સેક્ટરમાં ઉથલપાથલનો દોર હવે ખતમ થવાની દિશામાં છે. છેલ્લા ત્રણ ત્રિમાસિક ગાળામાં મોટા ભાગના ટેરિફ પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યા નથી પરંતુ કેટલાક નિષ્ણાંતો માની રહ્યા છે કે આગામી બે મહિનામાં ટેરિફમાં વધારો કરવામાં આવી શકે છે. આના કારણે ટેલિકોમ ગ્રાહકો માટે છેલ્લા બે વર્ષથી વધારે સમયથી ચાલી રહેલા સસ્તા ટેરિફનો દોર ખતમ થઇ જશે. કારોબારી લોકો કહે છે કે આવનાર બે ત્રિમાસિક ગાળામાં કંપનીઓ માર્કેટ પ્રતિક્રિયા જાવા માટે ટેરિફમાં વધારો કરવામાં આવી શકે છે.

જા કે ટેરિફમાં વધારો છ મહિના બાદ જાવા મળશે. તેમનુ કહેવુ છે કે પ્રાઇસિંગમાં રિલાયન્સ જિયો ઇન્ફોકોમની ભૂમિકા સૌથી મોટી રહેનાર છે. જિયોના કારણે ટેરિફમાં તમામ કંપનીઓ દ્વારા ઘટાડો કરવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર ૨૦૧૬માં એન્ટ્રી કર્યા બાદ આક્રમક પ્રાઇસિંગ સ્ટ્રેટેજી અપનાવી હતી. જેના પરિણામસ્વરૂપે બીજી કંપનીઓને ગ્રાહકોને સાથે રાખવા માટે કિંમતો ઘટાડી દેવાની ફરજ પડી હતી. આની સાથે જ જિયો યુજર્સે ફ્રી  વોયસ સર્વિસ ઓફર કરી રહી છે. તેના સસ્તા પ્લાનના પરિણામ સ્વરૂપે ડેટાનો ઉપયોગ વધી ગયો હતો. તેની ઓફરના કારણે ગ્રાહકોને ફાયદો થયો હતો. જેના કારણે દેશની જુની ટેલિકોમ કંપનીઓની હાલત કફોડી બની ગઇ હતી.

જાણકાર લોકો કહે છે કે જિયો ઉપરાંત અન્ય કંપનીઓ પણ કેટલીક રાહત આપી રહી છે. એરટેલ અને વોડાફોન સ્પર્ધામાં ટકી રહેવા ભારે મહેનત કરી રહી છે. ડોલરની સામે રૂપિયાની હાલત કફોડી બનેલી છે. રૂપિયાના સતત અવમુલ્યનના કારણે લોકો પર સામાન્ય ચીજાના કારણે  હેરાની થઇ રહી છે.

Share This Article