નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે મે ૨૦૧૬માં ખેડુતોના હિત માટે વડાપ્રધાન પાક વિમા યોજના શરૂ કરી હતી. જા કે અઢી વર્ષના ટુંકા ગાળામાં જ આ યોજનામાં ૧૭ ટકા સુધીનો ઉલ્લેખનીય ઘટાડો થઇ ચુક્યો છે. વર્ષ ૨૦૧૬માં ખરીફમાં લોંચ કરવામાં આવ્યા બાદ જેટલા ખેડુતોના વિમા થયા હતા તે પૈકી વર્ષ ૨૦૧૮માં આ સંખ્યા ૧૭ ટકા સુધી ઘટી ગઇ છે. વર્ષ ૨૦૧૬ની તુલનામાં વિમાની સંખ્યામાં ૨૦૧૮ના અંતમાં ૧૭ ટકા સુધીનવો ઘટાડો થઇ ચુક્યો છે. રાજસ્થાન જેવા રાજ્યમાં રાજ્યમાં તો વિમા કરાવનાર ખેડુતોની સંખ્યામાં એઓક તૃતિયાશ કરતા પણ વધારો ઘટાડો થયો છે.
૨૭ રાજ્યો દ્વારા આ યોજનાને લાગુ કરવામાં આવી હતી. વિમા લેનાર ખેડુતોની સંખ્યામાં સૌથી વધારે ઘટાડો રાજસ્થાનમાં થયો હતો. વર્ષ ૨૦૧૬ની ખરીફ સિઝન માટે ૬૨ લાખથી વધારે ખેડુતો વિમામાં સામેલ થયા હતા. વર્ષ ૨૦૧૮ની ખરીફ સિઝનમાં આશરે ૨૩ લાખ ખેડુતોની સંખ્યા ઘટી ગઇ હતી. અન્ય મોટા પ્રદેશો પર નજર કરવામાં આવે તો આ યાદીમાં ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ જેવા રાજ્યો પણ સામેલ છે.
વિમા કરાવનાર ખેડુતોની સંખ્યામાં સૌથી વધારે ઘટાડો જે રાજ્યોમાં થયો છે તેમાં ટોપ ૧૦ રાજ્યો પૈકી આઠ રાજ્ય ભાજપ શાસિત છે. ખેડુતોની નારાજગી માટેના કેટલાક કારણો રહેલા છે. સાંસદ મુરલી મનોહર જાશીના નેતૃત્વમાં એસ્ટીમેટ કમિટિ દ્વારા આ મુજબની માહિતી આપવામાં આવી હતી. રિપોર્ટમાં વડાપ્રધાન પાક વિમા યોજનામાં રહેલી ખામીઓ તરફ ધ્યાન દોરવામાં આવ્યુ હતુ. ખેડુતોને આ યોજના અંગે પુરતી માહિતી ન હોવાનુ કારણ પણ આપવામાં આવ્યુ હતુ.