ચોરીની આડમાં ૪ મહિલાઓને કેટલાક શખ્શોએ માર પણ માર્યો
વડોદરા : ગુજરાતમાં પહેલા ક્યારેય ન બની હોય તેવી ઘટના બની છે. વિશ્વાસ ન કરી શકાય તેવી આ ઘટના છે. આ ઘટનાથી તમે ચોક્કસથી કહેશો કો શું આ એ જ ગુજરાત છે જ્યાં મહિલા સુરક્ષાની વાત કરવામાં આવે છે. સંસ્કારી નગરી ફરી એકવાર શર્મસાર થઈ છે. વડોદરામાં જાહેરમાં મહિલાઓને ચોરીનો આરોપ મૂકીને ઢોર માર મારવામાં આવ્યો. મહિલાઓને ન માત્ર માર મરાયો, પરંતુ તેમના શરીર પરથી કપડા પણ કાઢી લેવાયા. મહિલાઓને જાહેરમાં ર્નિવસ્ત્ર કરીને માર મારવામાં આવ્યો. ત્યારે આ ઘટનાથી આખું ગુજરાત હચમચી જશે. આશ્ચર્યની વાત તો એ છે કે, એક જણ પણ મહિલાને કપડા પહેરાવવા આગળ ન આવ્યું. તમામ પુરુષો રસ્તા પર તમાશો જાેઈ રહ્યા હતા, આસપાસના લોકો વીડિયો ઉતારી રહ્યા હતા. પરંતુ સભ્ય સમાજને ન શોભે તેવી આ ઘટના છે. ગુજરાતના સંસ્કારને આ પ્રકારનું કૃત્ય શોભે તેમ નથી. વડોદરાના કારેલીબાગ પાણીની ટાંકી પાસે મહિલાઓને ર્નિવસ્ત્ર કરી દોડાવીને માર મારવામાં આવ્યો છે. ચોરીની આડમાં ૪ મહિલાઓને કેટલાક શખ્શોએ માર માર્યો હતો. ચોરીની આશંકાએ મહિલાઓને માર મારવામાં આવ્યો હતો, એ પણ જાહેરમાં. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. શરીર પરથી કપડા જતા મહિલાઓ ર્નિવસ્ત્ર થઈ હતી, જેથી ચારેય મહિલાઓ રસ્તા પર ભારે આક્રંદ કરતાં જાેવા મળી છે.
સેલવિન ટ્રેડર્સ લિમિટેડે એ ભારતના રસોઈ રિટેલ ઉત્ક્રાંતિમાં એક નવું પ્રકરણ ‘માજઘર’ લોન્ચ કર્યું
અમદાવાદ : ભારતના રાંધણ રિટેલ લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવવા તરફ એક સાહસિક પગલું ભરતા, સેલવિન ટ્રેડર્સ લિમિટેડે, SDF સાથે મળીને, અમદાવાદના...
Read more