શ્રદ્ધા વાલકરની હત્યાના આરોપી આફતાબ અમીન પૂનાવાલાને ગત મહિને સવારે બેગ લઇને પોતાની ઘરની બહાર ફરતો દેખાયો હતો. સીસીટીવી ફૂટેજમાં આ ખુલાસો થયો છે. એવી શંકા છે કે તે શ્રદ્ધા વાલકરના શરીરના અંગોને લઇને જઇ રહ્યો હતો. પોલીસ ફૂટેજની પુષ્ટિ કરવાનો પ્રયત્ન કરી રહી છે. ૧૮ ઓક્ટોબરના રોજ રેકોર્ડ કરવામાં આવ્યો છે, આ વીડિયો ભયાવહ હત્યાકાંડમાં સામે આવ્યો આવનાર પ્રથમ વિજુઅલ સીસીટીવી ફૂટેજ છે. આ વીડિયો ક્લિપમાં એક વ્યક્તિને હાથમાં બેગ અને કાર્ટન પેકેજ માટે રસ્તા પર ચાલતો દેખાઇ રહ્યો છે. તેનો ચહેરો પણ સ્પષ્ટ દેખાઇ રહ્યો નથી, પરંતુ પોલીસનો દાવો છે કે તે આફતાબ છે. કોઈ પણ પપ્રકારે સ્વતંત્ર રૂપથી આ વીડિયોની પ્રમાણિકતાની પુષ્ટિ થઇ નથી. શ્રદ્ધાના મોબાઇલને લઇને મોટી જાણાકરી સામે આવી છે.
સૂત્રોના અનુસાર આફતાબે દિલ્હી પોલીસને જણાવ્યું કે જ્યારે તે પરત ફરતો હતો તો તેણે શ્રદ્ધાના ફોનને મહારાષ્ટ્રમાં ક્યાંક ફેંકી દીધો હતો. દિલ્હી પોલીસ સેલ ફોનને પણ ટ્રેસ કરવાનો પ્રયત્ન કરી રહી છે.શ્રદ્ધાનો ફોન ૨૬ મે સુધી ચાલુ હતો. આખરે લોકેશન શ્રદ્ધા અને આફતાબના ઘરનું હતું. શ્રદ્ધા અને આફતાબ મે મહિનામાં મુંબઇથી દિલ્હી આવી ગયા હતા.
પોલીસના અનુસાર પૂનાવાલાએ પોતાની ‘લિવ-ઇન-પાર્ટનર’ શ્રદ્ધા વાલકર (૨૭) નું ૧૮ મેના રોજ સાંજે કથિત રીતે ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હતી અને તેની લશના ૩૫ ટુકડા કરી દીધા હતા, જેને દક્ષિણ દિલ્હીના મહરૌલીમાં પોતાના ઘરે લગભગ ત્રણ મહિના સુધી ૩૦૦ લીટરના ફ્રિજમાં રાખ્યા હતા તથા ઘણા દિવસો સુધી વિભિન્ન ભાગમાં ફેંકતો રહ્યો. આ પહેલાં શનિવારે સવારે, દિલ્હી પોલીસે આફતાબ અમીન પૂનાવાલાના ફ્લેટ પરથી કાપવાના ભારે ધારદાર ઉપકરણો મળી આવ્યા, જેના વિશે તેમને સંદેહ છે કે શ્રદ્ધા વાલકરના શરીરને કાપવા માટે ઉપયોગ કરવામાં આવ્યા હોઇ શકે છે. પોલીસની એક ટીમ શુક્રવારે ગુરૂગ્રામમાં એક ખાનગી કંપનીના ઓફિસમાં પણ ગઇ હતી. અહીં આરોપી આફતાબ કામ કરતો હતો. એક અધિકારીના અનુસાર પોલીસે પોતાની સાથે આરોપીને લઇને ગઇ હતી. પોલીસને તલાશી અભિયાન બાદ ઓફિસની આસપાસ ઝાડીઓમાંથી મળી આવેલી વસ્તુઓથી ભરેલી એક પ્લાસ્ટિક બેગ લઇ જતો દેખાઇ છે. જોકે અધિકારીઓએ ખુલાસો કર્યો નથી કે આ બેગમાં શું છે.