બજેટમાં રેલવે નેટવર્કનું વિસ્તરણ અને મુસાફરોને વધુ સુવિધા મળવા પર મોટી જાહેરાત કરાઈ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

રેલવે માટે જાહેરાત કરતી વખતે નાણાં પ્રધાન ર્નિમલા સીતારમણે જણાવ્યું હતું કે, મુસાફરોની સલામતી, સુવિધા અને આરામ માટે ૪૦,૦૦૦ સામાન્ય રેલવે કોચને વંદે ભારતમાં રૂપાંતરિત કરવામાં આવશે. વર્ષ ૨૦૨૪માં આ વખતે રેલવે નેટવર્કને પણ વધારવામાં આવશે. નવી ટ્રેન શરુ કરવામાં આવશે અને તેની સ્પીડમાં પણ વધારો કરવામાં આવશે. રેલવે નેટવર્ક વધવાની સાથે લોકોને વધારે સુવિધાઓ પણ મળશે તેમજ કનેક્ટિવિટી પણ વધારવામાં આવશે. રેલવેના શેરોમાં તેજીની આશાઓ છે ઃ નાણામંત્રી ર્નિમલા સીતારમણની સ્પીચ પછી એવી આશાઓ છે કે રેલવે શેરમાં તેજી આવી શકે છે. ૈંઇઝ્ર્‌ઝ્ર, ૈંઇહ્લઝ્રમાં વધારો થાય તેવી રોકાણકારોને આશા છે. જ્યુપિટર વેગન, ટેક્સમેકો ૧% કરતા વધારે વધી શકે છે. ઊર્જા, ખનીજ અને સિમેન્ટ માટે ત્રણ નવા રેલવે કોરિડોર બનાવવામાં આવશે.

Share This Article