૯૦ના દશકમાં આ બે એક્ટર્સની જોડીએ આપી હતી સુપર હિટ ફિલ્મો તો પણ કોઈ જાદુ ના ચાલ્યો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

૯૦ના દશકમાં બોલીવુડમાં અક્ષય કુમાર, અજય દેવગણ, સલમાન ખાન, શાહરુખ ખાન, સની દેઓલ, સંજય દત્ત અને સુનિલ શેટ્ટી સહીતના કલાકારો ધૂમ મચાવતા હતા. જેમના ઘણા એક્ટર્સ આજે પણ મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળે છે. તેમાંથી ઘણા એક્ટર્સની જોડી પણ હિટ સાબિત થઇ ચુકી છે. જેમ કે, ‘કરણ-અર્જુન’માં શાહરુખ-સલમાનની અને ‘સુહાગ’માં અક્ષય કુમાર અને અજય દેવગણની. ત્યારબાદ અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટીએ સાથે ઘણી હિટ ફિલ્મો આપી. તો બીજી તરફ અનિલ કપૂર અને જેકી શ્રોફ પણ હિટ જોડી માનવામાં આવતી હતી. જોકે, આ ઉપરાંત એક એવી જોડી પણ હતી, જેને ૯૦ના દાયકામાં ઘણી હિટ ફિલ્મો આપી. જેમાંથી એક ફિલ્મની તો આજે પણ ખૂબ જ ચર્ચા થાય છે. આ જોડીને ઓડિયન્સે ખૂબ જ પસંદ કરી હતી. આ જોડી આજે પણ અલગ-અલગ ફિલ્મોમાં અપોર્ટિન્ગ અને નેગેટિવ રોલમાં જોવા મળે છે.

 અહીં વાત થઇ રહી છે સંજય દત્ત અને જેકી શ્રોફ)ની જોડી વિશે. આ જોડી ૯૦ના દશકમાં ઘણી હિટ ફિલ્મો આપી ચુકી છે. જેમાંથી એક સૌથી કમાણી કરનારી અને ચર્ચિત ફિલ્મ છે ‘ખલનાયક’. જેકી અને સંજુએ વર્ષ ૧૯૮૯માં આવેલી ફિલ્મ ‘હમ ભી ઇન્સાન હૈ’માં સાથે કામ કર્યું અને ત્યાર બાદ ‘જીને દો’ ફિલ્મમાં કામ કર્યું હતું. આ બંને ફિલ્મોને મિશ્રિત પ્રતિસાદ મળ્યો હતો. સંજય દત્ત અને જેકી શ્રોફની જોડી વર્ષ ૧૯૯૩માં આવેલી ફિલ્મ ખલનાયકમાં ફરીથી સાથે જોવા મળી હતી.

મ્યુઝીકલી હિટ રહેલી આ ફિલ્મે મોટી કમાણી કરી હતી. જેના ૬ વર્ષ બાદ ૧૯૯૯માં આ જોડીએ ફિલ્મ ‘કારતૂસ’માં સાથે કામ કર્યું હતું. આ ફીલને ચાહકોનો સારો રિસ્પોન્સ મળ્યો, જોકે, આ જોડી અન્ય જોડીઓ જેટલું ચાલી નહીં. સંજય દત્ત અને જેકી શ્રોફ આજે પણ બોલીવુડમાં કાર્યરત છે. આ બંને સ્ટાર્સ છેલ્લે ‘ટોટલ ધમાલ’માં એકસાથે જોવા મળ્યા હતા. બંને અભિનેતા હવે લીડ રોલમાંથી સપોર્ટિંગ રોલમાં આવી ગયા છે. એટલું જ નહીં, સંજુ અને જેકી કેટલીક ફિલ્મોમાં નેગેટિવ રોલમાં પણ દેખાઈ ચુક્યા છે. તેમજ આ બંને અભિનેતાઓ બોલીવુડની સાથે સાથે સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં પણ કામ કરી રહ્યા છે.

Share This Article