તમિલનાડૂ અને દક્ષિણ આંધ્ર પ્રદેશના તટીય જિલ્લામાં ભારે વરસાદ ઃ હવામાન વિભાગ
તમિલનાડૂમાં દક્ષિણ રેલ્વેએ ૩-૬ ડિસેમ્બરની વચ્ચે ૧૧૮ ટ્રેન રદ કરી
તમિલનાડુ: બંગાળની ખાડી પર બની રહેલા ઊંડા પ્રશેર આગામી ૨૪ કલાકની અંદર એક ચક્રવાતી તોફાન મિચૌંગમાં બદલાઈ જવાની સંભાવના છે. જેનાથી તટીય તમિલનાડૂ અને દક્ષિણ આંધ્ર પ્રદેશના તટીય જિલ્લામાં ભારે વરસાદ થશે. આ જાણકારી શનિવારે ભારત મૌસમ વિજ્ઞાન વિભાગે આપી છે. આઈએમડીએ જણાવ્યું છે કે, ઊંડા પ્રેશર પશ્ચિમ ઉત્તર- પશ્ચિમની તરફ આગામી ૨૪ કલાકની અંદર બંગાળની ખાડી દક્ષિણ-પશ્ચિમ ખાડી ઉપર એક ચક્રવાતી તોફાનમાં બદલાવાની સંભાવના છે. ત્યાર બાદ તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે અને સોમવારે સવારે દક્ષિણ આંધ્ર પ્રદેશ અને નજીકના ઉત્તરી તમિલનાડૂના તટ થઈને પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચી જશે. ૫ ડિસેમ્બર જેવું તે નેલ્લેરો અને મછલીપટ્ટનમની વચ્ચે દક્ષિણ આંધ્ર પ્રદેશના તટને પાર કરશે, ચક્રવાત મિચૌંગના ૮૦-૯૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. જે ૧૦૦ કિમી પ્રતિ કલાકની સ્પિડ સુધી પહોંચી શકે છે. આઈએમડીએ એવું પણ કહ્યું કે, દક્ષિણ આંધ્ર પ્રદેશના તટીય જિલ્લા અને ઉત્તરી તમિલનાડૂ અને પુડુચેરીની આજુબાજૂના તટીય જિલ્લામાં સંપત્તિઓ અને કમજાેર સંરચનાઓને નુકસાન થવાની સંભાવના છે. ચક્રવાત મિચૌંગના તટીય જિલ્લામાં પહોંચવાની આશંકા છે. આખા તમિલનાડૂમાં પોલીસ અને અધિકારીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. એનડીઆરએફે તમિલનાડૂ, આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પુડુચેરીને ૧૮ ટીમો તૈનાત કરી છે. કોઈ પણ અપ્રિય ઘટનાના નિવારણ માટે ૧૦ ટીમો તૈયાર રાખી છે. ચેન્નાઈ મૌસમ વિભાગે શનિવારે રાતના તમિલનાડૂ અને પુડુચેરી માટે વરસાદ, તોફાન અને વીજળી પડવાની ચેતવણી આપી છે. ભારે વરસાદની સંભાવના વચ્ચે ચેન્નાઈ, કાંચીપુરમ, ચેંગલપેટ અને તિરુવલ્લૂર જિલ્લામાં સ્કૂલ અને કોલેજમાં રજા જાહેર કરી છે. તેની સાથે મદ્રાસ યૂનિવર્સિટી અને અન્ના યૂનિવર્સિટીમાં સોમવારે થનારી પરીક્ષાઓ સ્થગિત રહેશે. દક્ષિણ રેલ્વેએ ૩-૬ ડિસેમ્બરની વચ્ચે તમિલનાડૂમાં ૧૧૮ ટ્રેન રદ કરી દીધી છે. જેમાં અન્ય રાજ્યોની લાંબા અંતરની ટ્રેન પણ સામેલ છે. અમુક ટ્રેનોમાં નિઝામુદ્દીન ચેન્નાઈ દુરંતો એક્સપ્રેસ, કોચુવેલી-ગોરખપુર રાપ્તીસાગર એક્સપ્રેસ, ગયા ચેન્નઈ એક્સપ્રેસ, બરૌની-કોયમ્બતૂર સ્પેશિયલ ટ્રેન, વિજયવાડા જનશતાબ્દી, ત્રિવેન્દ્રમ સિકંદરાબાદ સબરી એક્સપ્રેસ, પટના-એર્નાકુલમ સુપરફાસ્ટ એક્સપ્રેસ, બેંગલુરુ-હાવડા સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ, ત્રિવેન્દ્રમ-નવી દિલ્હી કેરલ એક્સપ્રેસ સહિત અન્ય ટ્રેન સામેલ છે.
Here are ten key points highlighting Jay Patel’s contributions to IFFI, his role as a producer, and his engagement with influential films
Special Screening at the 50th IFFI: Jay Patel’s film, I’m Gonna Tell God Everything, was featured in a special screening...
Read more