સુરતમાં ફ્લેટધારકો સાથે બિલ્ડરે ઠગાઈ કરી હોવાની ઘટના સામે આવી છે. સુરતના બમરોલીમાં ૧૭૬ ફ્લેટધારકો સાથે બિલ્ડરે ઠગાઈ કરી છે. બિલ્ડરે ફ્લેટ પર રૂ.૧૦ કરોડની લોન લીધા બાદ હપ્તા ન ભરી છેતરપિંડી આચરી છે. રૂ.૧૦ કરોડની લોન લઇ બિલ્ડર રફુચક્કર થતાં ફ્લેટધારકો મુશ્કેલીમાં મુકાયા છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો સુરતના બમરોલીમાં બિલ્ડરે ફ્લેટ પર લોન લીધા બાદ લોન ન ભરતા ફ્લેટધારકોને બેંકે નોટિસ ફટકારી છે. બેંકે નોટિસ ફટકારતા ૧૭૬ ફ્લેટધારકોના જીવ તાળવે ચોટ્યા છે. ત્યારે આ મામલે CIDએ શ્લોક એન્ટરપ્રાઇઝ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની આગાહી, 24 જિલ્લામાં છવાઈ જશે ધૂળની ચાદર
અમદાવાદ : હાલ તો સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ૭ દિવસ ગરમી અને...
Read more