સુરતમાં પાડોશીએ 6 વર્ષની બાળકીને પોતાના ઘરે લઈ જઈને દુષ્કર્મ આચર્યું

Rudra
By Rudra 1 Min Read

સુરતમાં ફરી એકવાર બાળકી સાથે દુષ્કર્મ થયાની ઘટના બની હતી જેમાં ઈચ્છાપોર વિસ્તારમાં માત્ર 6 વર્ષની માસૂમ બાળકીને પાડોશી શખ્સે પોતાની હવસનો શિકાર બનાવી છે. બાળકીને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઘટનાને અંજામ આપી આરોપી ફરાર થઇ ગયો છે. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

આ ઘટના અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સુરત શહેરના ઇચ્છાપોર વિસ્તારમાં પાડોશમાં જ રહેલા શખ્સે 6 વર્ષની માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી છે. બાળકીના માતા-પિતા કોઇ કારણોસર બહાર ગામ ગયા હોવાથી બાળકીને તેના કાકાના ઘરે મૂકી હતી. બાળકીના કાકા નાઇટ શિફ્ટ કરીને આવ્યા હોવા તે સુઇ ગયા હતા. આ દરમિયાન પાડોશમાં રહેતા શખસે તકનો લાભ લઇ બાળકીને ઉઠાવી ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું.

આ કેસમાં આરોપી દુષ્કમ આચર્યા બાદ ફરાર થઇ ગયો હતો. બાળકી જ્યારે રડતાં રડતાં ઘરે પહોંચી હતી અને તેણે કાકાને જાણ કરી હતી. હાલ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. હાલમાં પ્રાથમિક તપાસમાં આરોપી હજીરમાં એક કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ હાલમાં ફરાર આરોપીની શોધખોળ કરી રહી છે.

Share This Article