ટુંકમાં પદ્મિની કોલ્હાપુરીનો પુત્ર પ્રિયાંક પણ એન્ટ્રી કરશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : વિતેલા વર્ષોની લોકપ્રિય અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરી અને ફિલ્મ નિર્માતા પ્રદિપ શર્માના પુત્ર પ્રિયાંકા શર્માએ પણ બોલીવુડમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી લીધી છે. પ્રિયંક શર્મા પ્રથમ વખત નિર્દેશન કરી રહેલા કરણ કશ્યપની ફિલ્મ સબ કુશલ મંગલ સાથે બોલીવુડમાં એન્ટ્રી કર રહ્યા છે. નીતિન મનમોહનની પુત્રી પ્રાચી દ્વારા ફિલ્મનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. મળેલી માહિતી મુજબ પદ્મિની કોલ્હાપુરીએ પણ ફિલ્મમાં પોતાના પુત્રની એન્ટ્રીને લઇને પ્રતિક્રિયા આપી છે. પદ્મિનીએ કહ્યું છે કે, ઘરમાં વાતાવરણ હંમેશા ફિલ્મ વગરનું રહે છે. એક અભિનેતા બનવા માટે અથવા તો ફિલ્મ નિર્માતા બનવા માટે પ્રિયાંક ઉપર કોઇપણ પ્રકારનું દબાણ રહેતું નથી. તેમનું કહેવું છે કે, પ્રિયાંક પોતાનીરીતે કોઇપણ નિર્ણય કરી શકે છે.

પદ્મિની કોલ્હાપુરીએ કહ્યું છે કે, પ્રિયાંકની ફિલ્મમાં અક્ષય ખન્નાએ મોટી અને મહત્વની ભૂમિકા અદા કરી છે. તેમનું કહેવું છે કે, સ્કુલના દિવસોમાં પ્રિયાંક ખુબ જ કુશળ હતો અને ડ્રામા કાર્યક્રમોમાં ભાગ લેતો હતો. ટીચરો હંમેશા તેની પ્રશંસા કરતા હતા. જાણકાર લોકોનું કહેવું છે કે, પ્રાચી પણ કહી ચુકી છે કે, પ્રિયાંકના ફોટાઓ તેને મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ તરત જ તેની પસંદગી કરી લેવામાં આવી હતી. કરણ દ્વારા પટકથા લખવામાં આવી છે. આ ફિલ્મ કોમેડી પણ રહી શકે છે. કરણે અગાઉ સાદ અલીની ફિલ્મ બન્ટી ઓર બબલીમાં સહાયકની ભૂમિકા અદા કરી હતી. ફિલ્મની પટકથા ઝારખંડની રહેશે. શૂટિંગ પણ ૪૫ દિવસના ગાળામાં પરિપૂર્ણ કરાશે. ફેબ્રુઆરીના અંતે શુટિંગ શરૂ થશે. પ્રાચીનું કહેવું છે કે, ફિલ્મને લઇને તમામ તૈયારીઓ કરવામાં આવી ચુકી છે. પ્રિયાંકની પસંદગી કરાયા બાદ હવે ટૂંકમાં અભિનેત્રીની પસંદગી થશે. અક્ષય ખન્નાએ હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપી નથી.

 

Share This Article