સાર્કમાં ભારત કોઇ કિંમતે ભાગ લેશે જ નહીં : સુષમા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવીદિલ્હી :  વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આજે સાફ શબ્દોમાં કહ્યું હતું કે કરતારપુર સાહેબ કોરિડોર માટે શિલાન્યાસ પ્રક્રિયાનો મતલબ એ નથી કે દ્વિપક્ષીય મંત્રણા પાકિસ્તાન સાથે શરૂ થઇ રહી છે. સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદીઓનો ખાત્મો કરશે નહીં અને ત્રાસવાદ સામે પગલા લેશે નહીં ત્યાં સુધી ભારત વાતચીત માટે બિલકુલ તૈયાર નથી. સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, ભારત પાકિસ્તાનમાં સાર્ક બેઠકમાં ભાગ લેશે નહીં.

સાર્ક બેઠકમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાકિસ્તાનના આમંત્રણ અંગે પ્રતિક્રિયા આપતા સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, જ્યાં સુધી પાકિસ્તાન તેની આતંકવાદી ગતિવિધિઓને બંધ કરશે નહીં ત્યાં સુધી ભારત કોઇપણ પ્રકારની મંત્રણામાં ભાગ લેશે નહીં. કેન્દ્રીયમંત્રીએ કહ્યું હતું કે, આતંકવાદી ગતિવિધિ વચ્ચે કોઇપણ કિંમતે વાતચીત શક્ય જ નથી.

Share This Article