ઉતરાયણ ના પરવે આપણે પુણ્ય દાન તો કરીએ છીએ તેવી રીતે જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં આ દિવસે દેવ ચકલી ને ઉડાડવાની પ્રથા આજે પણ છે આ એક પરંપરા છે ચા જાણવા મળે છે કે આજના દિવસે ઈડર તાલુકાના દોરીયા અને શિયાસણ વિસ્તારોમાં આદિવાસી પ્રજા ભેગી થઈ હતી અને તેમને એક દેવ ચકલી ને પકડી તેનો પૂજન અર્ચન કરી અને તલ ગોળ ખવડાવી ને આકાશમાં ઉડાવી હતી આ પરંપરા મુજબ જાણવા મળે છે કે જો આ દેવ ચકલી લીલા ઝાડ પર બેસે તો વર્ષ સારું અને ફળદાઈ જાય તેવો વરતરો બહાર પાડે છે જ્યારે આ દેવ ચકલી સૂકા વૃક્ષ ઉપર બેસે તો આવનાર વર્ષ દુષ્કાળ અને મુસીબતો થી ભરેલું હોય છે તેવું તેમનું અનુમાન છે આ વખતે દેવ ચકલી લીલા ઝાડ ઉપર બેઠી હતી જેના કારણે આદિવાસી પ્રજામાં ખુશી અને આનંદ જોવા મળતો હતો. લીલા વૃક્ષ પર બેસતા દેવ ચકરીના કારણે લોકો ઢોલ અને નગારા સાથે નૃત્ય કરતા જોવા મળતા જોવા મળે છે અને આનંદ અનુભવે છે છેલ્લે જે હોય તે આ પરંપરા દિન પ્રતિદિન લુપ્ત થતી જોવા મળે છે.
