રણબીરની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જૂતા પહેરી રણબીરે મંદિરમાં ઘટ વગાતા વિરોધ થયો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

છેવટે ફેન્સની આતુરતાનો અંત આવ્યા બાદ અયાન મુખર્જીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નુ ટ્રેલર રિલીઝ થઈ ગયુ છે. ટ્રેલરમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટને એકસાથે જોવા માટે ફેન્સ ઘણા એક્સાઈટેડ છે. ટ્રેલરમાં બતાવેલ ફિલ્મના VFX સીન્સની જોરદાર પ્રશંસા થઈ રહી છે. પરંતુ બીજી તરફ, ટ્રેલર રિલીઝ થતા જ ટિ્‌વટર પર ફિલ્મને બૉયકૉટ કરવાની ફેન્સ માંગ કરી રહ્યા છે. ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના ટ્રેલરમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટની એક સાથેની કેમેસ્ટ્રી ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. ઘણા ચાહકોએ ટ્રેલરમાં બતાવવામાં આવેલા દ્રશ્યની તુલના હૉલીવુડ સાથે કરી છે. ટ્રેલરમાં એક સીન બતાવવામાં આવ્યો છે. જેને જોયા બાદ યુઝર્સ સોશિયલ મીડિયા પર ગુસ્સે થઈ ગયા અને ટિ્‌વટર પર #BoycottBrahmastra ટ્રેન્ડ કરવાનુ શરૂ કર્યુ.

ફિલ્મના ટ્રેલરનો સ્ક્રીનશૉટ ટિ્‌વટર પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં રણબીર કપૂર મંદિરમાં પ્રવેશ કરે છે અને કૂદીને બેલ વગાડે છે. આ દરમિયાન તેણે જૂતા પહેર્યા હતા. આ જોઈને ફેન્સ ગુસ્સે થઈ ગયા અને સોશિયલ મીડિયા પર ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ શરૂ થઈ ગઈ. એક યુઝરે લખ્યુ- ‘ચંપલ પહેરીને મંદિરમાં પ્રવેશવુ… આવી અપેક્ષા રાખી શકાય.. બૉલિવૂડ ક્યારેય સનાતન ધર્મને નુકસાન પહોંચાડવાની તક છોડતું નથી.’ બીજી તરફ અન્ય એક યુઝરે આ સીનનો સ્ક્રીનશૉટ શેર કરીને ફિલ્મને ઘેરી હતી અને તેને ટિ્‌વટર પર શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યુ હતુ કે, ‘જૂતા પહેરીને મંદિરની ઘંટ વગાડવી… સાઉથ અને હિન્દી ફિલ્મોમાં આ જ તફાવત છે… સાઉથ ઈન્ડસ્ટ્રી હિંદુ સંસ્કૃતિનુ સન્માન કરે છે. વળી, અન્ય એક યુઝરે સુશાંત સિંહ રાજપૂતને યાદ કરીને આલિયા ભટ્ટ પર ગુસ્સો કર્યો. જ્યારે આલિયાએ કરણ જોહરના શોમાં સુશાંતને મારવાનુ ઑપ્શન પસંદ કર્યુ હતુ. પહેલીવાર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ક્રીન પર સાથે જોવા મળશે. આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રોય મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ અલગ-અલગ ભાષાઓમાં રિલીઝ થશે. નિર્દેશક અયાન મુખર્જીએ આ ફિલ્મ બનાવવામાં ઘણો સમય લીધો હતો. હવે જોવાનુ એ રહેશે કે આટલી લાંબી રાહ જોવડાવ્યા બાદ ૯ સપ્ટેમ્બરે આ ફિલ્મ ચાહકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી શકશે કે નહીં.

Share This Article