રાજકોટમાં સાવકો બાપે અઢી વર્ષની પુત્રીને મોતને ઘાટ ઉતારી, ફેંકવા જતા સમયે CCTVમાં કેદ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

શહેરની ભાગોળે કોઠારિયા રોડ પરના રસુલપરામાં રહેતી અઢી વર્ષની બાળકી અનન્યાએ કારખાનામાં કામ કરતી માતા પાસે જવાની બપોરે જીદ પકડી હતી, આથી લગ્નજીવનમાં પણ નડતરરૂપ થતી અને ભરણપોષણ કરવામાં અસમર્થ સાવકા પિતા અમિત ગોરે બાળકીને ફડાકા મારી ચૂપ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાળકી રડવા લાગતાં સાવકો પિતા રાક્ષસ બન્યો હતો અને તેણે તેને વાળ પકડી ગળું દબાવ્યા બાદ દીવાલ સાથે અથડાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાદમાં દીકરીનો મૃતદેહ ગળે લગાડી ઝાડીમાં ફેંકી આવ્યો હતો.

જોકે મૃતદેહ ફેંકવા જતો હતો એ દૃશ્યો સીસીટીવીમાં કેદ થયાં છે. બાદમાં ગાંધીનગરથી રાજકોટ એલસીબી ઝોન ૧ની ટીમે આરોપી સાવકા પિતા અમિત ગોરની ધરપકડ કરી હતી. પુત્રીની હત્યા કર્યા બાદ અમિતે દીકરીને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડી હોવાનું પત્ની અને મકાનમાલિક સામે રટણ કરતો હતો. જોકે પકડાય જવાના ડરથી તે નાસી છૂટ્યો હતો. આરોપી અમિત અને તેની પત્નીના બીજા લગ્ન હોવાનું સામે આવ્યું છે. ભવિષ્યમાં થનાર બાળક અને તેમનું ભરણપોષણ ન કરી શકવાને કારણે તેમજ બાળકી પોતાની ન હોવાથી હત્યા કરી હોવાનું પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું. બાળકી પોતાની ન હોવાથી તેના પ્રત્યે સંવેદના કે લાગણી નહોતી.

Share This Article