લગ્નની લાલચ આપી યુવતી પર વારંવાર આચર્યું દુષ્કર્મ, પછી કરી લીધા ત્યક્તા સાથે લગ્ન, આ રીતે ફૂટ્યો ભાંડો

Rudra
By Rudra 2 Min Read

રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે ગૌતમ સોલંકી નામનો શખ્સ પ્રેમમાં પડ્યો હતો, તેની સાથે અનેકવાર બળાત્કાર ગુજાર્યા બાદ તેણે અમદાવાદમાં સ્થાયી થઈને ત્યક્તા સાથે લગ્ન કર્યા હતા.

રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે ગૌતમ સોલંકી નામનો શખ્સ પ્રેમમાં પડ્યો હતો, તેની સાથે અનેકવાર બળાત્કાર ગુજાર્યા બાદ તેણે અમદાવાદમાં સ્થાયી થઈને ત્યક્તા સાથે લગ્ન કર્યા હતા. મળતી માહિતી મુજબ, રેલનગરની ટાઉનશીપમાં રહેતી 24 વર્ષીય યુવતીએ પોતાની ફરિયાદમાં ગૌતમ ઘનશ્યામભાઈ સોલંકી સામે આક્ષેપ કર્યો છે. શહેર પોલીસે બળાત્કાર સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર યુવતીને રેલનગર વિસ્તારમાં રહેતા આરોપી ગૌતમ સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને છેલ્લા સાત વર્ષથી એકબીજાના પ્રેમમાં હતા તેથી બંને અવારનવાર ફોન પર વાત કરતા હતા. આરોપી ગૌતમે યુવતીને લગ્નની લાલચ આપી શહેરની અલગ-અલગ હોટલોમાં અવારનવાર પોતાનો શિકાર બનાવતો હતો. એક વર્ષ પહેલા આરોપી ધંધાના સંબંધમાં અમદાવાદ જતો રહ્યો હતો. જ્યાં તેણે એક બાળકની માતા સાથે લગ્ન કર્યા હતા. દરમિયાન દિવાળીના તહેવાર નિમિત્તે આરોપી તેની પત્ની સાથે રાજકોટ આવ્યો હતો. જ્યારે યુવતીને આ બાબતની જાણ થઈ તો તે આરોપીના ઘરે પહોંચી અને જાણવા મળ્યું કે આરોપીએ લગ્ન કરી લીધા છે. જે બાદ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં યુવતીએ ફરિયાદ નોંધાવતા સિટી પોલીસ પીઆઈ ઝણકટ અને રાઈટર મનસૂરશાએ આરોપી ગૌતમ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article