રાજકોટમાં દીપડાના આંટાફેરા કરતાનો વીડિયો વાયરલ થતા લોકોમાં ભયનો માહોલ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

રાજકોટ જિલ્લામાં દીપડાના આંટાફેરા વધતા લોકોમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. તો જસદણ અને ધોરાજીમાં દીપડો દેખાતા દહેશત જાેવા મળે છે. તો જસદણના બેડલા ગામમાં દીપડાએ પશુનું મારણ કર્યું છે. તો દીપડાને પકડવા માટે પાંજરુ ગોઠવવામાં આવ્યું છે. તો ધોરાજીમાં પોરબંદર – રાજકોટ હાઈવે પર પણ દીપડાનો વીડિયો વાયરલ થયો છે. તો બીજી તરફ હાઈવેના રસ્તા પર દીપડો બેઠો હોય તેવો વીડિયો સામે આવ્યો છે. તો છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટ જિલ્લામાં દીપડો દેખાતા દહેશત ફેલાઈ રહ્યો છે. તો વન વિભાગ દ્વારા દીપડાને પકડવા દોડધામ મુકી છે. તો બીજી તરફ આ અગાઉ અમરેલી તાલુકાના તરક તળાવ ગામે ૭ વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતા.

Share This Article