પેટલાદમાં પરિણીતાને પતિએ તરછોડતા ફરિયાદ નોંધાવી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

આણંદ: પેટલાદના પંડોળી ગામે રહેતી યુવતીના લગ્ન ૩જી માર્ચ ૧૮ના રોજ ખેડાના તવક્કલનગર ખાતે રહેતા ઇલ્યાસ વ્હોરાના દિકરા સલમાન સાથે થયાં હતાં. આ લગ્ન બાદ થોડો સમય સાસરિયાએ સારો વ્યવહાર રાખ્યો હતો. જાેકે, થોડા સમય બાદ પરિણીતાને ગર્ભ રહેતા સાસરિયાએ આનંદ વ્યક્ત કરવાના બદલે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. અમારે સંતાન જાેઇતું નથી તેમ કહી ગર્ભપાત કરવા દબાણ કર્યું હતું. આ ઉપરાંત દિકરો જાેઈએ છે, તેમ કહી ઝઘડો કરતાં હતાં.  પતિ સલમાન પણ મારે તને જાેઇતી નથી, ખોટી રીતે મારી સાથે લગ્ન થઇ ગયા છે, મારે બીજી છોકરી સાથે પ્રેમ છે. તેમ કહી મારઝુડ કરતો હતો. જ્યારે દહેજ માટે પણ મ્હેણાં ટોણાં મારતાં હતાં. આખરે કંટાળી પરિણીતા ગર્ભ અવસ્થામાં જ પિયર આવી ગઇ હતી. બાદમાં સમાધાન કરી પરત લઇ ગયાં હતાં. પરંતુ ત્રાસ આપવાનું ચાલુ જ રાખ્યું હતું. ફરી તેઓ પિયર આવી ગઇ હતી. જ્યાં તેણે દીકરીને જન્મ આપ્યો હતો. આ બાબતને દોઢ વર્ષ થવા છતાં હજુ પરિણીતા પિયર જ છે. આખરે આ અંગે સલમાન ઇલ્યાસ વ્હોરા, મુમતાજ ઇલ્યાસ વ્હોરા, ઇમરાન ઇલ્યાસ વ્હોરા, ઇરશાદ હબીબ વ્હોરા સામે પેટલાદ પોલીસને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article