અમદાવાદમાં એક શખ્સ પત્નીનો પીછો કરી કરતો હતો હેરાન, પતિને પડી ગઈ ખબર અને પછી…

Rudra
By Rudra 2 Min Read

અમદાવાદ : નિકોલમાં પડોશમાં રહેતો શખ્સ યુવકની પત્નીને ઘણા સમયથી પીછો કરીને હેરાન કરતો હતો. ત્રણ દિવસ પહેલા પતિ-પત્ની ગરબા રમવા માટે નિકોલ દાસ્તાન સર્કલ પાસે ગયા હતા. જ્યાં પતિ તેને ઠપકો આપવા જતા શખ્સે ઝઘડો કરીને છરીથી હુમલો કરીને યુવકને લોહી લુહાણ કર્યા બાદ સોસાયટીમાં જઇને પણ માર માર્યો હતો. આ બનાવ અંગે નિકોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નિકોલમાં રહેતા અને રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા 23 વર્ષના યુવકે નિકોલ પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે પડોશી યુવક તેમની પત્નીનો ઘણા સમયથી પીછો કરીને છેડતી કરતો હતો. તાજેતરમાં મહિલાને રોકીને ચાલ મારી ગાડીમાં બેસી જા ફરીને આવીએ કહ્યું હતું. જો કે મહિલા કંઇ પણ બોલ્યા વગર ઘરે જતી રહી હતી. આ બનાવની જાણ પત્નીએ પતિને કરી હતી. બીજી તરફ તા. 12 રોજ મધરાતે તેઓ ફરિયાદી યુવક પત્ની અને બાળકો સાથે દાસ્તાન સર્કલ પાસે ગરબા રમવા ગયા હતા. તે સમયે રસ્તામાં આરોપી ઉભો હોવાથી યુવક તેને તું મારી પત્નીનો કેમ પીછો કરીને હેરાન કરે છે કહેતા આરોપી ઉશ્કેરાઇ ગયો હતો અને ગાળો બોલીને માર મારવા લાગ્યો હતો. એટલું જ નહી છરીનો ઘા પેટમાં મારતા યુવક લોહી લુહાણ થતા સ્થાનિક લોકોએ તેને માર્યો હતો ત્યાંથી યુવક સોસાયટીમાં આવ્યો તો આરોપીએ ત્યાં આવીને યુવકને માર માર્યો હતો, ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

Share This Article